દેશભરમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે ત્યારે મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 4002 લોકોના મૃત્યુ થયા છે. સ્વાથ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં કોરોનાના 84332 કેસ નોંધાયા છે. ત્યારે સવા લાખથી પણ વધુ લોકો એક જ દિવસમાં સ્વસ્થ થયા છે. આ સાથે જ એક્ટીવ કેસ ઘટીને 1080690 થયા છે.
કોરોના વાયરસની બીજી લહેરની અસર હવે ધીમે ધીમે ઓછી થઇ રહી છે. સતત પાંચમા દિવસે કોરોના વાયરસના દૈનિક કેસ એક લાખની નીચે નોંધાયા છે. . દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 84,332 કેસ નોંધાયા છે. તો સામે 4002 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.આ સાથે જ કુલ મૃતકઆંક 3,67,081 પર પહોચ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ કેસોનો આંક 2 કરોડ 93 લાખ 59 હજાર 155 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં વર્તમાન સમયે કોરોના વાયરસના 10 લાખ 80 હજાર 690 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2.79 કરોડ કરતા પણ વધારે લોકો કોરોનામાંથી સાજા થયા છે.