Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીય6 દિવસ સુધી બંધ રહેશે આવકવેરા વિભાગની વેબસાઈટ, થશે આ મોટા ફેરફાર

6 દિવસ સુધી બંધ રહેશે આવકવેરા વિભાગની વેબસાઈટ, થશે આ મોટા ફેરફાર

- Advertisement -

આગામી મહિનાની શરૂઆતથી આયકર વિભાગ કરદાતાઓ માટે એક નવી ઈ-ફાઇલિંગ વેબસાઈટ રજુ કરવાની તૈયારી કરી રહ્યું છે જેનો ઉપયોગ આઈટીઆર ફાઈલ કરવા અને અન્ય ટેક્સ સંબંધિત કર્યો માટે કરી શકાશે. હાલનું વેબ પોર્ટલ 1થી 6 જૂન વચ્ચે છ દિવસ માટે બંધ રહેશે.

- Advertisement -

આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે જણાવ્યું છે કે આવકવેરા વિભાગ કરદાતાઓ માટે આવતા મહિનાની શરૂઆતમાં નવું ઇ-ફાઇલિંગ વેબ પોર્ટલ શરૂ કરવા જઈ રહ્યું છે. જેનો તેઓ નિયમિત આઇટીઆર ફાઇલિંગ અને કર સંબંધિત અન્ય કાર્યો કરવા માટે વાપરે છે. હાલનું વેબ પોર્ટલ 1થી 6 જૂન વચ્ચે છ દિવસ માટે બંધ રહેશે. વિભાગના સિસ્ટમ વિંગ દ્વારા બુધવારે જાહેર કરવમાં આવેલ એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે જૂની વેબસાઈટ માંથીનવી વેબસાઈટ પર જવાનું કામ પૂર્ણ થઇ જશે અને 7 જૂન સુધીમાં ચાલુ થઇ જશે. આ સમયગાળા દરમિયાન એક્ઝિટ પોર્ટલ કરદાતાઓ અને આવકવેરા વિભાગના અધિકારીઓને માટે ઉપલબ્ધ નહી રહે.

તા.1 થી 6 જુન દરમિયાન https://www.incometaxindiaefiling.gov.in   સાઈટ બંધ રહેશે અને http://www.incometaxgov.in  સાઈટ 7જુનથી નવા સુધારા સાથે કાર્યરત થશે. તેના પર તમે તમારા ટેક્સને લગતા તમામ કામકાજ પતાવી શકશો.

- Advertisement -

આદેશમાં અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સુનાવણી કે ફરિયાદની પતાવટ માટે 10 જૂન બાદની તારીખ નક્કી કરો, જેથી ત્યાં સુધી કરદાતા નવા સિસ્ટમથી સારી રીતે પરિચિત થઇ જાય. આદેશમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ દરમ્યાન કરદાતા અને વિભાગના અધિકારીઓ વચ્ચે નિર્ધારિત કોઈપણ કાર્ય સ્થગિત કરવામાં આવી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular