Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરફૂટપાથ ઉપર જીવનનિર્વાહ કરતાં શ્રમિકોને સેલ્ટર હોમમાં શિફટ કરાયા

ફૂટપાથ ઉપર જીવનનિર્વાહ કરતાં શ્રમિકોને સેલ્ટર હોમમાં શિફટ કરાયા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અનુસાર તથા નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ, સિક્યોરિટી તથા યૂસીડી શાખાની સંયુક્ત ટીમ દ્વારા શહેરમાં શિયાળાની ઠંડીમાં ફૂટપાથ પર જીવન નિર્વાહ કરતા શ્રમિકો, ભિક્ષુકોને સમજાવીને સીટી બસ દ્વારા હાપા ખાતેના શેલટર હોમમાં શિફ્ટ કરવા માટે દરરોજ રાતના દસથી બાર દરમિયાન નાઈટ ડ્રાઇવ કરવામાં આવે છે જેમા એસ્ટેટ ઓફિસર નિતીન દીક્ષિત, સિક્યોરિટી ઓફિસર સુનિલ ભાનુશાળી તથા તેમની ટીમ, દબાણ નીરીક્ષક યુવરાજસિંહ ઝાલા તથા તેમની ટીમ તેમજ યૂસીડીના સમાજ સંગઠક કિશનભાઈ જાની દ્વારા પણ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પ્રોજેક્ટ પ્લાનીંગ શાખાના અર્જુનસિંહ દ્વારા લગત એજન્સી મારફત સીટી બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે આ નાઈટ ડ્રાઇવમાં 15 જેટલા ઘરવિહોણા લોકોને રાતના હાપા શેલટર હોમમાં આશ્રય આપવામા આવ્યો હતો તેમજ તા. 23/12/22 થી તા.06/01/23 સુધીમાં કુલ 115 જેટલા ઘરવિહોણા લોકોને રાતના હાપા શેલટર હોમમાં આશ્રય આપવામા આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular