જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમાએ આવેલા અતિ સંવેદનશિલ જિલ્લો છે. જામનગર જિલ્લાની નજીકના કુલ 9 દરિયાઇ ટાપુઓ આવેલ છે. જેમાંથી માત્ર એક પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે. જ્યારે બાકીના આઠ ટાપુઓ માનવ વસાહત રહીત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે. આ જગ્યાઓએ અવાર-નવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. આ ટાપુઓ રાષ્ટ્ર વિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો સહેલાઇથી આ દરિયાઇ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. આથી રાષ્ટ્રીય સલામતિ જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા જામનગર નજીકના 9 ટાપુઓ પર પ્રવેશ માટે લેખિતમાં પરવાનગી લીધા બાદ પ્રવેશ કરી શકાય તે મુજબનું જાહેરનામું તા. 1 મેથી તા. 29 જૂન સુધી અમલવારી કરવા જાહેરનામુ બહાર પાડેલ છે. જેને હિન્દુ સેના દ્વારા આવકારેલ છે. એટલું જ નહીં આ જાહેરનામુ તા. 29 જૂન-2021થી વધુ સમય માટે પણ જાહેર કરવામાં આવે તેમ માંગ કરાઇ છે.
સરકારે આ ટાપુ પર વ્યક્ત કરેલા પોતાના સર્વે પછીના અભિપ્રાય અને જાહેરનામાથી અગાઉ અનેક વખત હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટએ કરેલ રજૂઆતો માન્ય હોય અને સમર્થન મળેલ હોય તે હિન્દુ સેનાની મૌખિક તેમજ લેખિત રજૂઆતોને ધ્યાને લઇ કલેકટર રવિશંકર તેમજ રાજેન્દ્ર સરવૈયા જિલ્લા એએસ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના કડક તેમજ સુયોગ્ય નિર્ણયને હિન્દુ સેનાએ આવકારી ધન્યવાદ સાથે સન્માનીત કર્યું હતું.