દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે પરંતુ મૃત્યુઆંક ચિંતાજનક છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93,828 કેસ નોંધાયા છે. જ્યારે 6,138 લોકોના મૃત્યુ થયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ મોત છે. દેશમાં અચાનકથી જ મૃતકઆંક વધવાનું કારણ બિહારમાં કોરોનાથી થયેલ મૃત્યુના આંક અપડેટ કરવામાં આવ્યા છે.
સ્વસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં 24 કલાકમાં કોરોનાના 94,052 કેસ નોંધાયા છે. જયારે 1,51,367 લોકો સ્વસ્થ થયા છે. મૃત્યુઆંકમાં મોટા વધારાનું કારણ બિહારમાં મૃત્યુના આંકડા અપડેટ કરવામાં આવ્યા છે. 7 જૂન સુધી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5,458 નોંધાઈ રહ્યો હતો, જે હવે વધીને 9,429 થઈ ગયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બિહારમાં છેલ્લા 24 કલાકમાં મૃત્યુના આંકડામાં 3,951 મૃત્યુ નોંધવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે ઘણા લોકો ઘરે અઈસોલેટ હતા ત્યારે મૃત્યુ પામ્યા તો કેટલાક ઘરેથી હોસ્પિટલ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા અને ઘણા લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા પછી મૃત્યુ પામ્યા હતા. તપાસ બાદ આવા અનેક કેસો ઉમેરવામાં આવ્યા છે. જેથી બિહારમાં મૃત્યુઆંક વધ્યો છે. પરિણામે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ મોત આજે નોંધાયા છે.
દેશમાં સૌથી વધુ નવા કોરોના કેસોમાં તમિલનાડુ ટોચ પર છે. તે પછી કેરળ અને મહારાષ્ટ્ર છે. તમિલનાડુમાં 24 કલાકમાં 17321 કેસ નોંધાયા છે.જયારે કેરળમાં 16,204 અને મહારાષ્ટ્રમાં 10,989 કેસ નોંધાયા છે.