તાજેતરમાં એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.જેમાં બેરિકેડિંગ માંથી નીકળવાની ઉતાવળના લીધે એક ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો. તેલંગાણાની સાઈબરાબાદ પોલીસે એક વિડીઓ શેયર કર્યો છે. આ વિડીઓ જોઈને કોઈપણ હસવાનું રોકી નહી શકે. વિડીઓમાં બેરિકેડિંગ માંથી પહેલા એક ટ્રક નીકળે છે. અને તરત જ તેની પાછળ એક મીની પીકઅપ વાહન જલ્દીમાં નીકળવાની કોશિશ કરે છે. અને તેમાં ઉભેલા લોકો પર પાઈપ ટકરાય છે પરંતુ સદનસીબે ગંભીર અકસ્માત ટળ્યો હતો.
આ રમુજી વિડીઓ સાથે પોલીસે એક મેસેજ પણ શેયર કર્યો છે અને કહ્યું છે કે ઉતાવળમાં વાહન ચલાવવું અને ટ્રકમાં માલસમાનની જગ્યાએ લોકોને બેસાડવા હંમેશા ખતરારૂપ હોય છે. અંતે ઉલ્લેખનીય છે કે દેશભરમાં અકસ્માતના પરિણામે અનેક લોકોના મૃત્યુ થતાં હોય છે તેવામાં સાવચેતી રાખવી જરૂરી છે.