તાજેતરમાં જ મોદી કેબીનેટનું વિસ્તરણ થયું છે. જેમાં ગુજરાતના 5ચહેરાઓને સ્થાન મળ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાને કેંદ્રમાં રાજ્યકક્ષાના મહિલા અને બાળકલ્યાણ પ્રધાન બનાવવામા આવ્યા છે. કેંદ્રમાં મંત્રી હોવાના કારણે પ્રોટોકોલ મુજબ તેઓને 9 કમાન્ડોની સિક્યુરિટી મળે છે, સાથે સરકારી કાર પણ મળે છે.
પરંતુ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ દિલ્હીમાં પણ પોતાની સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને સરકારી ગાદી લેવા તથા સિક્યોરીટીનો સ્વેચ્છાએ ઇન્કાર કર્યો છે. અને તેઓએ જણાવ્યું છે કે હું ડોક્ટર અને લોકસેવક છું માટે મારા કોઈ દુશ્મન નથી તો સિક્યોરીટીની પણ જરૂર નથી. ડૉ.મુંજપરાએ મંત્રી બનતાની સાથે જ પોતાની સાદગીનું ઉદાહરણ પૂરું પાડીરાજકારણીઓને નવી રાહ ચીંધી છે.
વ્યવસાયે તબીબ અને સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભા બેઠકના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા હતા. 21 સપ્ટેમ્બર 1968ના રોજ જન્મેલા ડોક્ટર મહેન્દ્ર મુંજપરા sલોકચાહના ધરાવે છે. સુરેન્દ્રનગર ખાતે તેમનું મુંજપરા દવાખાનું પણ આવેલું છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી પહેલી જ વખત ચૂંટણી લડતા ભાજપના ડૉ. મહેન્દ્ર મુંજપરાએ સતત 7 વખત લોકસભા ચૂંટણી લડેલા કૉંગ્રેસના સોમાભાઈ પટેલને હરાવી ઐતિહાસિક જીત મેળવી હતી.