પંજાબની 109 નગરપાલિકા, નગર પંચાયત અને 7 મહાનગરપાલિકા માટે થયેલા મતદાનની મતગણતરી ચાલી રહી છે. પંજાબની સાતેય મહાનગરપાલિકામાં ભાજપના સુપડાસાફ થયાં છે.સાતેય મહાનગરમાં કોંગ્રેસનો વિજય થયો છે. નગર નિગમ સિવાય કોંગ્રેસને અત્યાર સુધી 98 મ્યુનિસિપલ કાઉન્સિલમાં પણ જીત મળી છે. આ નગર નિગમ ચૂંટણીના પરિણામો એટલા માટે ખાસ માનવામાં આવે છે કારણકે, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનની શરૂઆત પંજાબથી થઈ છે.
પંજાબ નગર નિગમની ચૂંટણીમાં કોંગ્રેસે ડંકો વગાડ્યો છે. સ્થાનિક બોડીમાં કોંગ્રેસે મોગા, હોશિયારપુર, કપૂરથલા, અબોહર, પઠાનકોટ, બટાલા અને ભટિંડા મહાનગરપાલિકા જીતી લીધી છે. ભટિંડા નગર નિગમમાં 53 વર્ષ બાદ કોંગ્રેસ સત્તામાં આવી છે. મજિઠિયા મહાનગરપાલિકાની 13માંથી 10 સીટો શિરોમણી અકાલી દળે જીતી છે.
સન્ની દેઓલના સંસદીય વિસ્તાર ગુરુદાસપુરની દરેક 29 સીટ પર ભાજપના સુપડાં સાફ થઈ ગયા છે. અહીં 14 ફેબ્રુઆરીએ નગર નિગમની ચૂંટણી થઈ હતી. ચૂંટણીમાં 9222 ઉમેદવારો હતા.રાજકીય પક્ષોમાં સૌથી વધારે ઉમેદવારો કોંગ્રેસના 2037 હતા. જ્યારે અહીં બીજેપીએ માત્ર 1003 ઉમેદવારો જ મેદાનમાં ઉતાર્યા હતા.અને બીજા અપક્ષના ઉમેદવારો હતા. બઠિંડા નગર નિગમ ચૂંટણીમાં 50 સીટોના પરિણામ આવી ગયા છે. જેમાંથી 43 સીટ પર કોંગ્રેસને જીત મળી છે.અહીં સાત સીટો પર જ અકાલી દળની જીત થઈ છે. બઠિંડા નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો એક પણ સીટ પર વિજય થયો નથી.
બાટલા મ્યુનિસિપલ કાઉન્સિલ: કૉંગ્રેસ 35, અકાલી દળ 6, બીજેપી 4, AAP 3, અપક્ષ
મોગા મ્યુનિસિપલ કાઉન્સિલ: કૉંગ્રેસ 20, અકાલી દળ 15, બીજેપી 1, AAP 4, અપક્ષ 10
કપૂરથલા મ્યુનિસિપલ કાઉન્સિલ: કૉંગ્રેસ 37, અકાલી દળ 1, બીજેપી 11, અપક્ષ 1
અબોહર મ્યુનિસિપલ કાઉન્સિલ: કૉંગ્રેસ 49, અકાલી દળ 1