Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસરકાર હવે જાહેર કંપનીઓના શેર નહીં સંપત્તિ વેચશે

સરકાર હવે જાહેર કંપનીઓના શેર નહીં સંપત્તિ વેચશે

શેરબજારની અસ્થિરતાને કારણે યોગ્ય કિંંમત મળતી નથી : ડિસઇન્વેસ્ટમેન્ટ નીતિમાં ફેરફાર

- Advertisement -

શેરબજારની અસ્થિરતાને કારણે સરકારને તેની કંપનીઓના શેરનું યોગ્ય મૂલ્ય મળતું ન હોવાથી સરકાર હવે પોતાની ડિસઇન્વેસ્ટમેન્ટ નીતિમાં ફેરફાર કરવા જઇ રહી છે. નાણાં ઉભા કરવા માટે સરકાર હવે કંપનીઓના શેર વેચવાને બદલે તેની વધારાની સંપત્તિઓ વેચવાની તૈયારી કરી રહી છે. પહેલા બીપીસીએલ અને ત્યારબાદ એલઆઇસીના ડિસઇન્વેસ્ટમેન્ટમાં થયેલા અનુભવોને ધ્યાનમાં રાખી સરકાર નીતિમાં ફેરફાર કરવા જઇ રહી છે.

- Advertisement -

દેશની સૌથી મોટી વિમા કંપની એલઆઈસીના આઈપીઓમાં સરકારને લગભગ ત્રણ માસ સુધી રાહ જોવી પડી અને લગડી ગણાતી આ નિગમના શેરના ભાવમાં પણ સરકાર ઓફર પ્રાઇઝમાં બાંધછોડ કરશે તે સાથે હવે સરકારે તેના ડીસઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં મોટો ફેરફાર કર્યો છે અને કંપનીઓના શેર વેચવાને બદલે સરકારી કંપનીઓની સંપતિ વેચવાની તૈયારીમાં છે. સરકાર અગાઉ પણ ભારત પેટ્રોલીયમનું સંપૂર્ણપણે ખાનગીકરણની જે યોજના હતી તે પડતી મુકવી પડી છે. ઉપરાંત યુક્રેન યુધ્ધના કારણે તથા અનેક કારણોસર શેરબજારમાં સતત અસ્થિરતા રહી છે જેથી ડીસઇન્વેસ્ટમેન્ટના કાર્યક્રમને નવો મોડ આપીને હવે મોનેટાઈઝેશન પર જોર આપવાની તૈયારી કરી છે અને સરકારી કંપનીઓના વધારાની જમીન તથા અકસ્માયતો વેચીને સરકાર નાણા ઉભા કરવાની તૈયારી કરી છે.

હાલમાં જ કેન્દ્રના 12 મંત્રાલયની એક બેઠક મળી હતી અને તેમાં ક્યા-ક્યા સરકારી વિભાગો પાસે કેટલી સંપતિછે અને તેમાંથી કેટલી વેચી શકાય તેમ છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. હવે તેનું મોનેટાઈઝેશન કરવાની તૈયારી છે. સુત્રોના જણાવ્યા મુજબ સરકાર હવે શેરબજારના ભરોસે રહેવા માગતી નથી અને પબ્લીક ઇસ્યુ એક લાંબી પ્રોસેસ બની રહે છે. સરકાર ભારત પેટ્રોલિયમના તમામ શેર વેચવા માગે છે પરંતુ યોગ્ય કિંંમત મળતી નથી અને તેથી જ હવે તે પ્લાન મોકૂફ રાખ્યો છે. સરકારની ડીસઇન્વેસ્ટમેન્ટની ધીમી નીતિના કારણે આવકને મોટો ફટકો પડી રહ્યો છે અને તેથી હવે સંપતિ વેચીને સીધી રોકડી કરવાની તૈયારી છે. આ માટે પેટ્રોલીયમ, રેલવે, શીપીંગ,નાગરીક ઉડ્ડયન, કોલ સેક્ટર,વીજળી, ટુરીઝમ, ફૂડ, ટેલીકોમ સહિતના ક્ષેત્રમાં જે સરકારી કંપનીઓ છે તેની મિલકતોની યાદી તૈયાર કરાઈ છે અને હવે તેનું વેલ્યુએશન સહિતની પ્રક્રિયા માટે એક કમિટી નિમાશે. ઉપરાંત આ નિગમોની મિલકતો વેચવા જે કાનૂની વિઘ્નો હોય તો તે દૂર કરવા માટે ખાસ ખરડા લઇ અવાશે અને ત્યારબાદ ઇ-ઓકશનના મારફત સમગ્ર પ્રક્રિયા પારદર્શી રહે તે પણ સરકાર જોવા માગે છે. સુત્રોના જણાવ્યા મુજબ બંધ પડેલા સરકારી નિગમો અને કંપનીઓને પ્રાથમિકતા અપાશે. બીએસએનએલ પાસે દેશભરમાં જંગી જમીનો પડી છે અને તે પણ હવે આ નિગમનું ખાનગીકરણ થાય તે પહેલા સંપતિઓ સરકાર વેચવા માગે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular