Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરગાંધીધામની હોટલમાંથી જામનગરના સેલ્સમેનનો સામાન ચોરાયો

ગાંધીધામની હોટલમાંથી જામનગરના સેલ્સમેનનો સામાન ચોરાયો

હોટલના રૂમમાંથી રોકડ અને આધાર પુરાવાની ચોરી : પાલનપુરના શકદાર શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગરમાં ખાનગી કંપનીમાં નોકરી કરતાં સેલ્સમેન ગાંધીધામ કલેકશન માટે ગયા હતા તે દરમિયાન હોટલના રૂમમાં રહેલા લોકરમાંથી રોકડ રકમ અને ચેક સહિત આધાર પુરાવાની ચોરી થયાના બનાવમાં પાલનપુરના શકદાર શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રાજગોરફળી વિસ્તારમાં રહેતા અને મરચાની મદુસુદન એન્ડ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા સંજય મજીઠિયા નામના પ્રોઢ ગત સપ્તાહ કચ્છમાં કંપનીના કલેકશન માટે ગયા હતા અને ત્યાં ગાંધીધામમાં આવેલી એલાઇડ હોટલમાં એક રૂમમાં પાંચ બેડ પૈકીના ચાર નંબરના બેડમાં રોકાયા હતા. અને લોકર નંબર ચારમાં તેનો સામાન રાખ્યો હતો. તે દરમિયાન તેના લોકરમાં કલેકશનના આવેલા 58 હજાર રોકડા અને ચેક તથા પહોંચબુક, એટીએમ કાર્ડ, પાનકાર્ડ, આધારકાર્ડ અને બે જોડી ચશ્મા રાખેલો થેલો કોઇ અજાણ્યો તસ્કર ચોરી કરી લઇ ગયો હતો. આ ચોરી સંદર્ભે હોટલમાં તપાસ કરતા તેના જ રૂમમાં રહેલો હરનામસિંગ બલદેવસિંગ (પાલનપુર) નામનો શખ્સ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં હોટલમાંથી ચેકઆઉટ કરી જતો રહ્યો હતો.

શંકાના આધારે સતિષે ગાંધીધામ પોલીસમાં જાણ કરતાં પોલીસે શકદાર હરનામસિંગ વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. અને પોલીસે શકદારની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular