રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિયેશન તથા સમસ્ત ખારવા સમાજ પોરબંદર મરીન સિક્યુરિટી ગાર્ડ ક્રિડા ભારતી સૌરાષ્ટ્ર વિભાગ સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટુરીઝમ ડિપાર્ટમેન્ટ ગુજરાત ના સહયોગથી વર્ષ 2022 માં સૌરાષ્ટ્રની છ દીકરીઓ તથા ચાર બાળકો સહિત કુલ 10 ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારોને સાર્થક કરવા સ્વચ્છતા અભિયાન ટુરીઝમ ડેવલોપમેન્ટ આધ્યાત્મિક ટુરીઝમ ડેવલોપમેન્ટ અને ખારવા સમાજને રોજગારીની વ્યાપક રીતે સંભાવના ઊભી થાય તેવા ઉમદા હેતુથી હરી થી હર એટલેકે ભગવાન કૃષ્ણની નગરીથી ભગવાન શિવની નગરી દરમિયાન ઓપન વોટર સમુદ્ર ત્રણ એક્સપિડેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમની સફળતા બાદ ગઈકાલે રવિવારે દ્વારકાથી શરૂ શિવરાજપુર બીચ વચ્ચે આશર 15 કી.મી. જેટલું અંતર છે, ત્યા સુધી રાજકોટની ચાર દીકરીઓ મૈત્રી જોશી, વેનેસા શુક્લ, બાંસુરી મકવાણા તથા પ્રિષાબેન ટાંકે દ્વારકાથી લઈ શિવરાજપુર બીચ ખાતે ઓપન વોટર સ્વિમિંગ એક્સપીડેશન કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેક, એડવેન્ચર સ્પોર્ટ્સ લવર મધુરભાઈ દવે, રાજકોટ સ્વિમિંગ એસોસિયેશન કોચ બંકીમભાઇ જોષી તથા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. સવારે સવા આઠ વાગ્યે દ્વારકા બીચ ખાતેથી ચાર દીકરીઓએ સ્વિમિંગ શરૂ કર્યું હતું. જે બપોરે સવા બાર વાગ્યે શિવરાજપુર બીચ ખાતે પૂર્ણ થયું હતું.