કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતી અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના જોબેડ તાલુકામાં રહેતી મધુબેન કેરૂભાઈ કુવરસિંહ વાસકલા નામની 18 વર્ષની યુવતીએ ગત તા. 30 મી ડિસેમ્બરના રોજ એક વાડીમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા વધુ સારવાર માટે તેને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતાએ કલ્યાણપુર પોલીસને કરી છે.