પોરબંદરના સુદામા મંદિરના દ્વાર માત્ર અખાત્રીજના દિવસે ખુલ્લે છે. વર્ષમાં ફકત એકવાર ભકતોને સુદામાજીના ચરણ સ્પર્શ કરવાની તક મળતી હોય છે. આજ સવારથી જ ભકતોની લાંબી કતારો જોવા મળી.
આજે અક્ષયતૃતિયાના શુભ દિવસની પોરબંદરમાં અનોખી ઉજવણી કરવામાં આવી છે. સુદામાજીના મંદિરે વર્ષમાં માત્ર એક જ વખત ચરણસ્પર્શ કરવાનો ભાવિકોને લ્હાવો મળે છે.
અખાત્રીજનું અનોખુ મહત્વ છે પરંતુ પોરબંદર માટે આ દિવસ અનેરૂ મહત્વ ધરાવે છે. સમગ્ર ભારતમાં એકમાત્ર સુદામાજીનું મંદિર પોરબંદર શહેરમાં આવેલું છે. અહીં વર્ષમાં માત્ર અખાત્રીજના દિવસે ભકતો સુદામા નીજ મંદિરમાં પ્રવેશ કરી ચરણ સ્પર્શ કરી શકે છે. આજે સવારે 6 થી રાત્રે 8:30 કલાક સુધી સુદામાજીનું નીજ મંદિર ભકતો માટે ખૂલ્લુ રહેશે.