Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગર30 એપ્રિલ સુધી બાગ-બગીચા બંધ રહેશે

30 એપ્રિલ સુધી બાગ-બગીચા બંધ રહેશે

- Advertisement -

જામનગર શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. જામનગરનું તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે અને કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યાં છે. જેના ભાગરુપે જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવ, જામરણજીતસિંહ પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક તા. 20 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લંબાવીને 30 એપ્રિલ સુધી કરવામાં આવ્યો છે. આથી તા. 21 થી 30 એપ્રિલ સુધી આ અમલવારી હજૂ ચાલુ રહેશે. વ્હેલી સવારે 6 થી 9 વાગ્યા સુધી લાખોટા તળાવ ખાતે મોર્નિંગ વોક માટે મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -

જામનગરમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાને લઇ લોકોની ભીડ એકત્ર થતી અટકાવવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આગામી તા. 30 એપ્રિલ સુધી જામરણજીતસિંહ પાર્ક, સરદાર વલ્લભભાઇ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક તથા જામનગર મહાનગરપાલિકા હસ્ત આવેલ તમામ બાગ-બગીચા સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત ટાઉનહોલ માત્ર જામનગર મહાનગરપાલિકા અથવા સરકારી કામકાજ માટે જ વાપરી શકાશે. જામ્યુકોના સ્પોર્ટસ કોમ્પ્લેકસમાં 45 થી વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ પાસે એન્ટ્રી માટે વેક્સિનેશન લીધાનું સર્ટિફીકેટ સાથે રાખવાનું રહેશે તથા 45 વર્ષથી નીચેના દરેક વ્યક્તિએ એન્ટીજન ટેસ્ટનું સર્ટિફીકેટ સાથે રાખવાનું રહેશે. જે ટેસ્ટ કરાવ્યાથી 10 દિવસ માટે માન્ય રહેશે. લાખોટા તળાવમાં સવારે 6 થી 9 વાગ્યા સુધી ટિકિટ અથવા પાસથી એન્ટ્રી મેળવી જોગીંગ અથવા વોકિંગ માટે ખુલ્લુ રાખવામાં આવશે. જ્યારે બાકીના સમય માટે બંધ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular