નેગોશિયેબલના કેસમાં સજા પામેલ આરોપી નાસતો-ફરતો હોય, જામનગર એસઓજી પોલીસે જામનગર શહેરના રામેશ્ર્વરનગર, માટેલ ચોક નજીકથી આરોપીને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138ના કેસમાં સજા પામેલ આરોપી પરેશ કાંતિલાલ ગુસાણી નામનો શખ્સ નાસતો-ફરતો હોય દરમિયાન હાલમાં રામેશ્ર્વરનગર, માટેલ ચોક પાસે હોવાની એસઓજીના હેકો સોયબભાઇ મકવા તથા દિનેશભાઇ સાગઠીયાને બાતમી મળી હતી. જેને આધારે રેઇડ દરમિયાન જામનગર મુળજી જેઠાની ધર્મશાળાની બાજુમાં સમિયક રેસીડેન્સીમાં રહેતા પરેશ કાંતિલાલ ગુસાણી નામના શખ્સને રામેશ્ર્વરનગર, માટેલ ચોક પાસેથી ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે સીટી-એ પોલીસને સોંપી આપ્યો હતો.