આજે રોજ કેબીનેટની બેઠક યોજાઈ હતી જેમાં કુદરતી આફતોમાં ચુકવાતી સહાયને લઇને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અનેપૂર અસરગ્રસ્ત જામનગર,રાજકોટ, જૂનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકો અને મકાનો-ઝૂંપડાઓનું નુકશાન પામેલા લોકોને સહાય આપવાના ધારાધોરણોમાં વધારો કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટની બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા છે. ભારે વરસાદથી ઘરવખરીને નુકશાન કે તણાઇ જવાના કિસ્સામાં SDRF(સ્ટેટ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ)ની રૂ. 3800ની સહાયમાં મંત્રીમંડળે રૂ.3200નો વધારો કરી પરિવાર દીઠ રૂ.7000 ઘરવખરી સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
રસાદથી જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તેમાં સરકાર દ્વારા રૂ. 4100ની જગ્યાએ હવેથી રૂ. 10 હજારની સહાય આપવામાં આવશે.
ભારે વરસાદથી અંશત: નાશ પામેલા પાકા મકાનો માટે SDRF અન્વયે મકાન દીઠ રૂ.15 હજાર આપવાનો નિર્ણય કર્યો છે. જે કાચા મકાનો ભારે વરસાદને પરિણામે અંશત: નાશ પામ્યા છે તેવા મકાનો માટેની સહાયમાં રાજ્ય સરકાર રૂ.10હજારની સહાય ચૂકવશે.
ગાય, ભેસ જેવા મોટા દૂધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં અગાઉ માત્ર 3 પશુ મૃત્યુ સુધી જ સહાય ચુકવવામાં આવતી હતી. હવે 5પશુઓ સુધી સહાય ચુકવવામાં આવશે. પહેલા એક પશુ દીઠ રૂ.30હજારની સહાય મળતી હતી હવેથી રૂ.50હજાર સહાય આપવામાં આવશે.
જામનગર, રાજકોટ અને જુનાગઢમાં ઘેટાં-બકરાં જેવા નાના દૂધાળા પશુઓના પણ મૃત્યુ થયા છે. પહેલા તેની સહાયમાં 3હજાર ચુકવવામાં આવતા હતા હવેથી 5હજાર ચુકવવાનો સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.
પશુઓ બાંધવાની ગમાણ-કેટલ શેડને પણ નુકશાન થયું હોય ત્યાં SDRFના રૂ. 2100 ઉપરાંત રાજ્ય સરકાર તરફથી રૂ. 2900 વધારાના મળી કુલ રૂ. 5000ની સહાય આપવામાં આવશે.
આ નિર્ણયને પગલે રાજ્ય સરકાર પર 13 કરોડનો વધારાનો બોજ પડશે.