ગુજરાતમાં કોરોનાના મહામારી વચ્ચે હવે મ્યૂકરમાઈકોસિસને પણ મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ લોકો હવે મ્યૂકરમાઈકોસિસનો ભોગ બની રહ્યા છે. પરંતુ અમદાવાદમાં 13 વર્ષનું બાળક આ મહામારીનો ભોગ બન્યો છે. અને બાળકોમાં મ્યૂકરમાઈકોસિસ થવાનો આ પ્રથમ કેસ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા તે કોરોના સંક્રમિત થયો હતો.
ગુજરાતમાં બાળકોમાં મ્યૂકરમાઈકોસિસનો પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો છે. 13 વર્ષના બાળકને આ રોગ થતાં તેનું જીવન બચાવવા માટે એક ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. અને હાલ તેની તબિયત સ્થિર છે. અગાઉ આ બાળકને તથા તેની માતાને કોરોના થયો હતો અને તેની માતાનું કોરોનામાં મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં પુત્ર મ્યૂકરમાઈકોસિસનો ભોગ બનતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેની સર્જરી કરવામાં આવી છે.
દેશભરમાં બીજી લહેરમાં કેસો ધીમે ધીમે ઘટી રહ્યા છે. ત્યાર ત્રીજી લહેરની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. જેમાં બાળકોને કોરોના થવાની સંભાવનાઓ વધુ છે. ત્યારે આજે રોજ 13 વર્ષનું બાળક મ્યૂકરમાઈકોસિસનો ભોગ બન્યો હોવાની ઘટના સામે આવી છે.