Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લાના કર્મચારીઓએ કાળા કપડાં ધારણ કરીને ફરજ બજાવી

દ્વારકા જિલ્લાના કર્મચારીઓએ કાળા કપડાં ધારણ કરીને ફરજ બજાવી

- Advertisement -

રાજ્યમાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ ફિક્સ પગાર તથા નાબૂદ કરવા માટેના ચાલી રહેલા આંદોલનના ભાગ રૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને શિક્ષણ વિભાગ સહિત અન્ય કેડરના કર્મચારીઓએ શુક્રવારે કાળા કપડાં પહેરીને પોતાની ફરજ બજાવી હતી.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 14 તથા 15 ફેબ્રુઆરીના રોજ સરકારી કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવી હતી. આ પછી તા. 23 ના રોજ ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એક દિવસ ધરણા કરશે.

કર્મચારીઓની મુખ્ય બે માંગણી મુજબ તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવી તેમજ તમામ કેડરમાં ફિક્સ-પે થી નિમણૂંક નાબૂદ કરીને કાયમી ભરતી કરવી તથા અગાઉ આંદોલન વખતે સરકાર સાથે થયેલા સમાધાન મુજબ સરકારે બાંહેધરી આપેલા પ્રશ્ર્નો કે જેમાં 1-4-2005 પહેલા નિમણૂંક પામેલા તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવામાં આવશે, સી.પી.એફ.માં 10 ટકા સામે 14 ટકા સરકારનો ફાળો, સાતમા પગાર પંચના બાકી ભથ્થા કેન્દ્રના ધોરણે આપવા

- Advertisement -

વિગેરે પ્રશ્નોનું આજ દિન સુધી નિરાકરણ આવેલ ન આવતાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આદેશથી દેવભૂમિ દ્વારકા જિલ્લા કર્મચારી મોરચા દ્વારા જિલ્લાના તમામ કર્મચારીઓ આ આંદોલનમાં જોડાયા છે. આગામી દિવસોમાં પણ આંદોલનાત્મક કાર્યક્રમોમાં વધુને વધુ કર્મચારીઓ જોડાશે તેવા પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular