Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરલોકો ભલે ગમે તે માને, જામનગર સહિતના સૌરાષ્ટ્રનું વિજતંત્ર મોદી સરકારના મતે...

લોકો ભલે ગમે તે માને, જામનગર સહિતના સૌરાષ્ટ્રનું વિજતંત્ર મોદી સરકારના મતે ટનાટન છે

- Advertisement -

ગુજરાત સરકારના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગતની ચારેય વીજ વિતરણ કંપનીઓ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે વીજ સેવાઓ અને ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને સમગ્ર ભારતમાં પ્રથમ ચાર ક્રમાંક અંકે કર્યા છે. એટલું જ નહીં ભારત સરકારના વીજ મંત્રાલય દ્વારા અપાયેલા નવમા વાર્ષિક ઈન્ટિગ્રેટેડ રેટિંગમાં એ-પ્લસનું સર્વોચ્ચ રાટિંગ મેળવ્યું છે.

મુખ્યમંત્રી રૂપાણીએ આ જ્વલંત સફળતા અને ઉત્કૃષ્ટ દેખાવ બદલ વિશેષ સ્થાન મેળવનાર વીજ કંપનીઓના અધિકારીઓ અને તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમજ ગૃહ અને ઉર્જા રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યની આ ચારેય કંપનીઓને અભિનંદન પાઠવતા કહ્યુ કે, ઉર્જા ઉત્પાદન અને ઉર્જા વિતરણ ક્ષેત્રે ગુજરાત સરકારે કરેલી અસરકાર કામગીરીને પરિણામે આ સિધ્ધિ હાંસલ થઈ છે.

ભારત સરકારના ઉર્જા અને પુન:પ્રાપ્ય ઉર્જા પ્રધાન આર.કે સિંઘે નવમો વાર્ષિક ઈન્ટિગ્રેટેડ રેટિંગ રિપોર્ટ જાહેર કર્યો હતો. ઉર્જા મંત્રાલય દ્વારા ભારતના રાજ્યોની વીજ વિતરણ વ્યવસ્થાનું નિયમિત રીતે મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને કોમર્શિયલ લોસ, મૂલ્ય ક્ષમતા, આર્થિક પરફોર્મન્સ, વીજ સાતત્ય, વીજ નિયમન, સુધારણા અને સરકારી સહાયના ક્ષેત્રોની સમીક્ષા કરવામાં આવે છે. આ વર્ષે આજે 22 રાજ્યોની 41 વીજ કંપનીઓને ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા રેટિંગ આપવામાં આવ્યા છે. ગુજરાતની ચાર વીજ કંપની વિતરણ કંપનીઓને તેમની સશક્ત સંચાલકીય ક્ષમતા અને શ્રેષ્ઠ ફાઇનાન્સિયલ પરફોર્મન્સ માટે એ-પ્લસ રાટિંગ આપવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular