વલસાડના છીપવાડ વિસ્તારમાં આજે રોજ નશામાં ધુત એક દારૂડિયો ગટરમાં ખાબક્યો હતો. જેને બચાવવા માટે સ્થાનિકોએ ગંદી નાલીમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દારુડીયો બહાર નીકળવા તૈયાર ન હતો અને આખરે ફાયરબ્રિગેડના જવાનોને જાણ કરતાં ફાયરની ટીમે મહા મહેનતે તેને બહાર કાઢ્યો હતો. છીપવાડ વિસ્તારમાંથી ગંગલી ખાડી નામનું એક ગંદુ નાળું પસાર થાય છે. અને અહીં નજીક રહેતો એક વ્યક્તિ નશામાંમાં ચકચૂર હાલતમાં નાલીમાં ખાબક્યો હતો. અને ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.