Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઆજ બપોરથી બંધ થશે હેમકુંડ સાહિબના કપાટ

આજ બપોરથી બંધ થશે હેમકુંડ સાહિબના કપાટ

- Advertisement -

હેમકુંડ સાહિબના કપાટ રવિવાર બપોરે દોઢ વાગે શીતકાળ માટે બંધ થઈ જશે. રવિવારે સવારે નવ વાગ્યાથી હેમકુંડ સાહિબ સ્થિત ગુરૂદ્વારામાં શબદ કીર્તન બપોરે 12 વાગ્યા સુધી ચાલશે. જે બાદ સાડા બાર વાગે આ વર્ષની અંતિમ પ્રાર્થના પછી બપોરે એક વાગે પવિત્ર ગુરૂગ્રંથ સાહિબનું હુકુમનામુ લેવામાં આવશે અને પવિત્ર ગુરૂગ્રંથ સાહિબને પંજાબથી આવેલા વિશેષ બેન્ડની ધૂનની સાથે પંચ પ્યારેની અધ્યક્ષતામાં દરબાર સાહિબથી સચખંડ સાહિબ ( ગર્ભગ્રહ) માં લાવવામાં આવશે.

આ સાથે બપોરે દોઢ વાગે હેમકુંડ સાહિબના કપાટ શિયાળા માટે બંધ થઈ જશે. હેમકુંડ સાહિબના કપાટ બંધીને લઈને 2200 કરતા વધારે શ્રદ્ધાળુ ગોવિંદ ઘાટ અને ઘાંઘરિયા પહોંચી ચૂક્યા છે. જે રવિવારે સવારે હેમકુંડ સાહિબ પહોંચીને આ વર્ષની અંતિમ પ્રાર્થનામાં ભાગ લેશે. કોવિડના કારણે આ વર્ષે 18 સપ્ટેમ્બરથી હેમકુંડ સાહિબની યાત્રા શરૂ થઈ હતી. તેમ છતાં અહીં 10 હજાર કરતા વધારે શ્રદ્ધાળુ દર્શને પહોંચ્યા છે. હેમકુંડ સાહિબ મેનેજમેન્ટ ટ્રસ્ટના મુખ્ય મેનેજર સરદાર સેવા સિંહે જણાવ્યુ કે અતિ ઠંડી અને વિપરીત મોસમને જોતા ટ્રસ્ટે 10 ઓક્ટોબરે કપાટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular