Monday, December 23, 2024
Homeરાજ્યહાલારરામપરના બસ સ્ટેન્ડમાંથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા વૃધ્ધનું મોત

રામપરના બસ સ્ટેન્ડમાંથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા વૃધ્ધનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના રામપર ગામના પાટીયા પાસે બસ સ્ટેન્ડમાં બેશુધ્ધ હાલતમાં મળી આવેલા 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના રામપર ગામના પાટીયા પાસેના બસ સ્ટેન્ડમાં રવિવારે સાંજના સમયે 70 વર્ષના અજાણ્યા પુરૂષ બેશુદ્ધ હાલતમાં મળી આવતા રાહુલભાઈ જાટીયા નામના યુવાને વૃદ્ધને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં વૃધ્ધનું સારવાર દરમિયાન બીમારી સબબ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ થતા હેકો એચ. જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલ્યો હતો તેમજ ગે્ર કલરનું જાકીટ, ચેકસવાળો શર્ટ તેમજ પેન્ટ પહેરલ ભિક્ષુક જેવા જણાતા વૃધ્ધની ઓળખ મેળવવા તપાસ આરંભી હતી. આ વૃદ્ધ અંગેની કોઇપણ માહિતી હોય તો પંચ એ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular