જામનગર શહેરના નવાગામઘેડ વિસ્તારમાં રહેતા યુવાનનો મૃતદેહ તળાવમાંથી મળી આવતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના લાખોટા તળાવમાં ચબૂતરાની બાજુમાં પાણીમાં મૃતદેહ હોવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી ગઇ હતી અને શહેરના નવાગામઘેડ વિસ્તારમાં રહેતાં 27 વર્ષના અજયભાઇ રાજુભાઇ મકવાણા નામના યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.