જામનગરમાં જી. જી. હોસ્પિટલના સર્જીકલ વિભાગ બહાર જાળી પાસેથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા અજાણ્યા પુરૂષનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગરની જી.જી.હોસ્પિટલના સર્જીકલ વિભાગ બહાર ઝાળી પાસેથી સોમવારે બપોરના સમયે આશરે 40 વર્ષનો યુવાન રખડતો ભટકતી હાલતમાં બીમારી સબબ બેશુદ્ધ થઈ ગયેલી હાલતમાં મળી આવતા નીતિનભાઈ દ્વારા જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે જાણ થતા પીએસઆઈ આર.પી. અસારી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આછા બ્લુ કલરનો ટૂંકીબાયનો શર્ટ અને ભૂખરા કલરનું પેન્ટ પહેરેલ તેમજ જમણા હાથમાં અંગ્રેજીમાં એચ તથા ગુજરાતીમાં નરેશ ત્રોફાવેલ 5 ફુટ 5 ઈંચ ઉંચાઈ ધરાવતા પાતળા બાંધાના યુવાનના પરિવારજનોની જાણકારી મળે તો 9727079985 મોબાઇલ નંબર પર પીએસઆઈ આર.પી. અસારીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.