Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરની કોવિડ હોસ્પિટલ વેન્ટિલેટર પર, તંત્રએ હાથ કર્યા ઉંચા

જામનગરની કોવિડ હોસ્પિટલ વેન્ટિલેટર પર, તંત્રએ હાથ કર્યા ઉંચા

જિલ્લા કલેકટરે પોસ્ટ કરેલી હોસ્પિટલની ભયાવહ તસ્વીર: હોસ્પિટલમાં પગ મૂકવાની જગ્યા નહીં, તમામ 1573 બેડ ભરાય ગયા : સ્થિતિ અંકુશ બહાર હોવાનો કલેકટરનો સ્વીકાર : 9 દિવસથી સતત દર્દીઓની સારવારમાંં લાગેલાં ડૉકટરો પણ થાકી ગયા, તુરંત આરામની જરૂર : કલેકટરની લોકોને અપીલ પ્લીઝ...પ્લીઝ... કોવિડ પ્રોટોકોલનું પાલન કરો, હોસ્પિટલમાં સારવાર માટે કોઇ જગ્યા નથી !

- Advertisement -

કોરોનાના બેકાબુ સંક્રમણ વચ્ચે જામનગરની કોવિડ હોસ્પિટલની સ્થિતિ અંકુશ બહાર ગઇ છે. હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ 1573 બેડ દર્દીઓથી ઉભરાઇ ગયા હોય આગામી પાંચ દિવસ સુધી નવા એકપણ દર્દીને સમાવી શકાય તેમ ન હોવાનું કલેકટર જાહેર કર્યુ છે. સતત વધતાં સંક્રમણને લઇને હોસ્પિટલની હાલત પણ વેન્ટિલેટર પર મૂકાઇ ગઇ છે. દર્દીઓના ભારે ધસારાને કારણે અહીં ભારે અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ હવે દર્દીઓને સમાવી શકાય તેમ ન હોય શહેરમાં ભયાવહ સ્થિતિનું નિર્માણ થયું છે.

- Advertisement -

દર્દીઓના ભારે ધસારાને કારણે છેલ્લા 9 દિવસથી સતત ખડેપગે સારવાર કરી રહેલાં તબીબો પણ અત્યંત માનસિક અને શારિરીક થાક અનુભવતા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. સાથે-સાથે તબીબો અને નર્સિંગ સ્ટાફને પણ સખ્ત આરામની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. બીજી તરફ દર્દીઓની સંખ્યામાં રોજે-રોજ રેકોર્ડબ્રેક ઉછાળો આવી રહ્યો છે. જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી દરરોજ સરેરાશ 300 જેટલા નવા કોરોના દર્દીઓ આવી રહયા છે.

આ તમામ દર્દીઓને સારવાર આપવી હવે લગભગ અશકય બન્યું છે.જિલ્લા કલેકટર રવિશંકરે પણ હોસ્પિટલની સ્થિતિ ખૂબજ ગંભીર હોવાનું સ્વીકારી સ્થિતિની ગંભીરતાને દર્શાવતી કેટલીક તસ્વીરો પણ શેર કરી છે. સાથે-સાથે લોકોને કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે કેમ કે, હોસ્પિટલ હવે કોઇપણ વધારાનો નવો બોઝ સહન કરી શકે તેમ નથી. તેમજ સારવાર આપવી પણ શકય જણાતી નથી. તંત્ર દ્વારા બેડ વધારવાના સતત પ્રયાસો કરવામાં આવી રહયા છે. પરંતુ આ માટે 4-5 દિવસનો સમય નિકળી જાય તેમ પાંચ દિવસ સુધી નવા દર્દીઓને દાખલ કરી શકાય તેમ નથી. 1200 બેડની હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં નવા 373 બેડનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ બેડની તંગી વર્તાઇ રહી છે. જે અત્યંત ગંભીર સ્થિતિ સૂચવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular