ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે અનેક સેવાભાવીઓ દ્રારા લોકોને વિવિધ પ્રકારની મદદ કરવામાં આવે છે. ત્યારે દેશના જાણીતા શેફ સંજીવ કુમાર દ્રારા અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અમદાવાદ સિવિલ હોસ્પિટલનમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે કાર્યરત તબીબોને વિનામુલ્યે ત્રણ ટાઈમ ભોજનની સુવિધા કરવામાં આવી છે.
સંજીવ કપૂરે અમદાવાદ શહેરમાં 12 શૅફની નિમણૂક કરી છે. તેમણે સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણ ટાઇમ જમવાની વ્યવસ્થાનું બીડું ઝડપ્યું છે અને આ રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તબીબો માટે તેઓ અન્નપૂર્ણા બન્યા છે. સંજીવ કપૂરે કહ્યું છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક સેવા આપી રહેલા તબીબોને સમયસર સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે, તો તેમનામાં નવઊર્જાનો સંચાર થશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી આ અંગે કહે છે કે, બે દિવસ અગાઉ દેશના પ્રતિષ્ઠિત સેફ સંજીવ કપુર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન વ્યવસ્થા અંગેનો પ્રત્સાવ મૂકવામાં આવ્યો હતો. જે અમારા હોસ્પિટલ તંત્ર દ્વારા સ્વીકારીને તેમની સેવાભાવનાને બિરદાવવામાં આવી છે.