Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશની તોતિંગ ઇકોનોમિને એપ્રિલ-જૂનમાં નુકશાન પહોંચાડી શકે છે સૂક્ષ્મ વાયરસ

દેશની તોતિંગ ઇકોનોમિને એપ્રિલ-જૂનમાં નુકશાન પહોંચાડી શકે છે સૂક્ષ્મ વાયરસ

રસીકરણ ઝડપી બનાવવું પડશે: કેટલાંક રાજયોમાં લોકડાઉનની ભીતિ, બેંકોની લોન પર મોટી અસરની સંભાવના

- Advertisement -

કોરોનાની બીજી લહેરમાં વધતા કેસો દેશની આર્થિક રિકવરીના માર્ગમાં રોડા સમાન બની શકે છે. બેન્કોની નાણાકીય સ્થિરતા પર પણ જોખમ ઉભુ થયું છે. ફિચ રેટિંગ એજન્સીએ ભારતીય બેન્કિંગ સેક્ટરનો 2021નો માહોલ કોરોનાને લીધે ખરાબ રહેવાની દહેશત વ્યક્ત કરી છે.

- Advertisement -

પરંતુ જો વધતા કેસો પર નિયંત્રણ તેમજ યોગ્ય પગલાં લેવામાં આવે તો બિઝનેસ અને આર્થિક ગતિવિધિઓને પ્રતિકૂળ અસરોમાંથી બચાવી શકાશે. એપ્રિલ, 2021માં એક દિવસમાં 1 લાખથી વધુ નવા કોરોનાના કેસો નોંધાયા હતા. જ્યારે ફેબ્રુઆરી મધ્યમાં 9300 હતા. સરકારનુ અનુકૂળ નાણાકીય વલણ શોર્ટ ટર્મ ગ્રોથ પ્રેશરને કાબૂમાં કરી શકે છે. કોરોના મહામારીમાંથી બચવા માટે એકમાત્ર ઉપાય દેશની વિશાળ વસ્તીમાં વેક્સિનેશન પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવી પડશે.

કોવિડ-19ની બીજી લહેર આર્થિક રિકવરી અને બેન્કો પર જોખમો વધારી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 12.8 ટકા રહેવાનો અંદાજ ફિચે વ્યક્ત કર્યો છે. જો કે, નવા કેસોના પગલે એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ઈકોનોમી સ્લોડાઉન રહેવાની સંભાવના છે. વધતાં કેસો આ અંદાજ પર અસર કરી શકે છે. 80 ટકા નવા કેસો છ મુખ્ય રાજ્યોમાં છે. જ્યાં કુલ બેન્કિંગ સેક્ટરની લોનના 45 ટકા લોન ફાળવવામાં આવે છે.

- Advertisement -

જો આ રાજ્યોમાં આર્થિક ગતિવિધિઓ પર કોઈપણ અસર થઈ તો તેની સીધી અસર બેન્કોના ગ્રોથ પર થશે. સ્થિતિ વણસી તો માર્ચ,2020માં લાગૂ કરવામાં આવેલા કડક લોકડાઉન જેવા પગલાં પણ આ છ રાજ્યોમાં લેવાની ભીતિ છે. બીજી લહેર કન્ઝ્યુમર અને કોર્પોરેટ કોન્ફિડન્સની રિકવરીને સુસ્ત બનાવશે.

એમએસએમઈ, રિટેલ લોન પર સૌથી વધુ જોખમ રહેશે. રિટેલ લોન અપેક્ષા કરતાં હાલ સારૂ પર્ફોર્મન્સ આપી રહી છે. પરંતુ પ્રતિબંધોના પગલે વ્યક્તિગત આવકો અને બચતો પર અસર થવાથી તેમાં દબાણ વધી શકે છે. જો કે, એમએસએમઈને આ પ્રેશરમાંથી ઉગરવા માટે રાજ્ય સરકારની રિ-ફાઈનાન્સિંગ સ્કીમ્સનો લાભ મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular