વોર્ડ નં 1 માં વાવાઝોડાના સામે 200થી વધુ લોકોને જોડિયાભુંગાની શાળા નં 30 સુરક્ષિત જગ્યા એ જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીષ પટેલ અને એસ.ડી.એમ.આસ્થા ડાંગરના સહયોગથી સ્થળાંતર કરાયા હતાં. ઓલ ઇન્ડિયા વાઘેર સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ એડવોકેટ હારુન પલેજાના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં 1ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. મહામારીની સામે કોર્પોરેટર એડવોકટ નુરમામદ પલેજા તેમજ તેમની ટીમ દ્વારા ખૂબ જ અસરકારક કામગીરી કરવામાં આવી હતી. જમવાની તેમજ આશ્રય સ્થાન માટે વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. સ્થાનિક આગેવાન કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજા અને તેમની ટીમ દ્વારા લોકોને સ્થળાંતરમાં મદદ કરવામાં આવી હતી. હાસમ કાસમ લોરું,અજીજ કાસમ ચાવડા, શબીરહુસેન ચાવડા, શબીર ખોળ, રમઝાન પલેજા, સમીર સંઘાર, ઓસમાણ ચાવડા, બિલાલ જામ, સૈયદ હુસેન બાપુ, અનવર ભાઇ(વતન પાન વારા) અકબર અલી સોઢા દ્વારા જહેમત ઉઠાવી હતી. જ્યાં સુધી આ વાવાઝોડા રૂપી સમસ્યા સમાપ્ત ન થાય ત્યાં સુધી તેઓની સાથે રહીને જમવા તથા રહેવાની સુવિધા જામનગર મહાનગરપાલિકા દ્વારા પુરી પાડવામાં આવશે.