Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર વોર્ડ નં-12ના કોર્પોરેટરે સ્વ ખર્ચે 100 બેડનું કોવિડ સેન્ટર શરુ કર્યું

જામનગર વોર્ડ નં-12ના કોર્પોરેટરે સ્વ ખર્ચે 100 બેડનું કોવિડ સેન્ટર શરુ કર્યું

- Advertisement -

જામનગરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના પરિણામે લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં ઘણા સેવાભાવીઓ દ્રારા લોકોની મદદ કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરના વોર્ડ નં.12 ના કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી દ્રારા લોકોની સહાય અર્થે એક સુંદર પહેલ કરવામાં આવી છે. અને વોર્ડ નં.12માં 100 બેડની  વ્યવસ્થા સાથે કોવીડ કેર સેન્ટર શરુ કર્યું છે, જેમાં દર્દીને ઓક્સીજનની વ્યવસ્થા સાથે દર્દીને નાસ્તો, જમવાનું તથા ફળની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે. વિપક્ષના કોર્પોરેટર દ્રારા શરુ કરવામાં આવેલ પહેલને લોકોએ આવકારી છે. અને તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

- Advertisement -

હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં હોસ્પિટલોમાં પણ પૂરતા બેડ અને ઓક્સીજન માટે લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડે છે.તેવામાં વોર્ડ નં.12 વિપક્ષના કોર્પોરેટર દ્રારા જરૂરિયાતમંદોને મદદ કરવા માટે 100 બેડના કોવીડ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવતા ઘણા દર્દીઓને મદદ પણ મળી રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular