સમગ્ર દેશમાં કોરોના પ્રતિરોધક રસીકરણ ચાલી રહ્યું છે. રસીકરણના બીજા તબકકામાં સામાન્ય નાગરિકોને પણ કોરોના રસી આપવાનું શરૂ થયું છે. ત્યારે ભારત બાયોટેકની કોવાકસીન 81% સફળ હોવાનું ભારત બાયોટેકે જણાવ્યું છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, બીજા દિવસ પછી અગાઉના ચેપ વગરના લોકોમાં કોવિડ-19 ને રોકવામાં 81% વચગાળાની અસરકારતા દર્શાવવામાં આવી છે. પ્રથમ વચગાળાના વિશ્ર્લેષણમાં 43 કેસ પર આધારીત છે. જેમાં કોવીડ-19ના 36 કેસ પ્લેસબો જૂથમાં જોવા મળ્યા હતા. 07 વિરૂધ્ધ કોવાક્સિન જૂથમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરિણામે રસીની અસરકારકતાનો નિર્દેશ અંદાજ 80.6% હતો.
એસ્ટ્રાઝેનેકા-ઓકસફોર્ડ યુનિવર્સિટીની રસીની અસરકારકતા 62%, ફાઈઝર-બાયોએનટેક – 95%, મોડર્નાની રસીમાં 94% અસરકારકતા છે જ્યારે સ્પુટનિક વીની 92% અસરકારકતા છે. જે એન્ડ જે દાવો કરે છે કે તેની રસી 66%ની અસરકારકતા ધરાવે છે.