Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરશહેરમાં કોવિડની ગાઈડલાઈનના ભંગ સબબ 2816 કેસ નોંધાયા

શહેરમાં કોવિડની ગાઈડલાઈનના ભંગ સબબ 2816 કેસ નોંધાયા

- Advertisement -

જામનગર શહેરમાં એક માસ દરમિયાન માસ્કના 540 અને સોશિયલ ડિસ્ટન્સીંગના 2276 કેસ નોંધી કુલ રૂા.12,00,590 ના રોકડ દંડની વસૂલાત કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા લોકો સામે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી અંતર્ગત શનિવારે માસ્કના 12 કેસમાં રૂા.11,200 અને સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના 116 કેસમાં રૂા.27,450 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આમ છેલ્લાં એક માસ દરમિયાન મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા માસ્કના 540 કેસમાં રૂા.5,52,500 અને સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના 2276 કેસમાં રૂા.648090 મળી કુલ 2816 કેસ નોંધીને રૂા.12,00,590 દંડની રકમની વસુલાત કરવામાં આવી છે તેમજ 114 મિલકતો સીલ કરવામાં આવી હતી અને 252 દુકાનો સોશિયલ ડિસ્ટન્સીંગના ભંગ હેઠળ સીલ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular