ઘરેલુ બજારમા વધતા ભાવ અટકાવવા અને ગ્રાહકોને રાહત આપવા માટ કેન્દ્ર સરકારે ખાદ્ય તેલો અને તેલિબિયાના વેપારીઓ પર 31માર્ચ સુધી સ્ટોકની મર્યાદા નક્કી કરી દીધી છે. જો કે આાયતકારો અને નિકાસકારોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે આઠ ઓક્ટોબરથી એનસીડીએક્સપર મસ્ટર્ડ ઓઇના ફ્યુચર ટ્રેડિંગ પર પ્રતિબેંધ મૂકી દેવામાં આવ્યો છે. સરકારી આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં ડોમેસ્ટિક રીટેલ બજારમાં ખાદ્ય તેલના ભાવમાં 46.15 ટકાનો વધારો થયો છે. ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના નિર્ણયથી ડોમેસ્ટિક બજારમાં ખાદ્ય તેલના ભાવ ઘટશે અને તેનાથી દેશના ગ્રાહકોને રાહત મળશે.
તમામ રાજ્યોને જારી કરવામાં આવેલા આદેશ અનુસાર રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપલબ્ધ સ્ટોક અને ગ્રાહકોના વલણને ધ્યાનમાં રાખીને ખાદ્ય તેલો અને તેલિબિયાની સ્ટોક મર્યાદા અંગે નિર્ણય લેશે. જો કે કેટલાક આયાતકારો અને નિકાસકારોને સ્ટોક લિમિટમાંથી મુક્તિ આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે ખાદ્યતેલો પર સ્ટોક મર્યાદા લાગુ કરી
વધતાં ભાવોને નિયંત્રણમાં લાવવાનો ઉદેશ