મુંબઈ ફીલ્મસીટીમાં ફિલ્મના શુટિંગ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. જેમાં સ્ટંટ દરમિયાન એક કાર પલ્ટી મારી ગઈ હોવાનું સામે આવ્યું છે. ખંડાલા રોડ પર આ અકસ્માત સર્જાયો છે. ફિલ્મસિટીમાં ‘ધ ગર્લ’ નામની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક કાર પલટી જવાના કારણે અકસ્માત સર્જાયો હતો. જેસ્થળે સ્ટંટ કરવાનો હતો તે જગ્યા પર કાર ન રોકાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
ફિલ્મના શૂટિંગ દરમિયાન એક સ્ટંટ સીન ચાલી રહ્યો હતો. આ સ્ટંટ દરમિયાન કારને વળાંક વળાવી એક નિશ્ચિત જગ્યાએ રોકવાની હતી પરંતુ કાર હવામાં ફંગોળાઈને કેમેરા અને ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં બે વ્યક્તિઓ ઘાયલ થયા છે.