Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસામાન્ય લોકો પર EMIનો બોજ નહીં વધે

સામાન્ય લોકો પર EMIનો બોજ નહીં વધે

આરબીઆઇએ ક્રેડિટ પોલિસીમાં સતત 10મી વખત મહત્વના વ્યાજદરો યથાવત રાખ્યા : 2022-23માં જીડીપી ગ્રોથનો અંદાજ 7.8 ટકા : મોંઘવારી કાબુમાં : નાણાંકિય વર્ષના અંતે મોંઘવારી 4 ટકા રહેશે

- Advertisement -

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાની દ્વિમાસિક નાણાંકીય નીતિના નિર્ણયની જાહેરાત કરી. કેન્દ્રીય બેન્કે રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી અને ચાર ટકા પર યથાવત રાખ્યો છે. તેની સાથે જ કેન્દ્રીય બેન્ક એ રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકા પર યથાવત રાખ્યો છે. તેનાથી મોંઘવારીનું પ્રેશર ઝીલી રહેલા સામાન્ય લોકોની ઉપર હજી ઊખઈં નો બોજ વધવાનો નથી. એટલે લોન ધારકો માટે રાહતના સમાચાર છે. આરબીઆઇ ગર્વનર શશીકાન્ત દાસાએ આજે પોલિસીની વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, કોરોના સંકટ છતાં અર્થતંત્ર ઉપર તેની અસર બહુ ઓછી છે. તેમણે ચાલુ નાણાંકિય વર્ષમાં જીડીપી 9.2 ટકા રહેવાનો અંદાજ મૂકયો છે. જયારે 20રર-23ના નાણાંકિય વર્ષમાં જીડીપી ગ્રોથનો અંદાજ 7.8 ટકા દર્શાવવામાં આવ્યો છે. ઉપરાંત 2022માં મોંઘવારી દર પ.3 ટકા રહેવાનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે. જયારે 22-23માં અંતિમ કવાર્ટરમાં તે ઘટીને 4 ટકાએ પહોંચી જશે. આરબીઆઇએ સતત 10મી વખત વ્યાજદરમાં કોઇ ફેરફાર કર્યો નથી.

- Advertisement -

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસની બેઠક 8 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી. આજે 10 ફેબ્રુઆરીએ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં પોલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઇ ગવર્નર સમક્ષ પડકાર વૃદ્ધિ અને ફુગાવાને સંતુલિત કરવાનો હતો અને શક્તિકાંત દાસે ફુગાવાને નિયંત્રણમાં રાખવાને પ્રાથમિકતા આપીને રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.

આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી આ વખતે તેના સ્ટેન્ડમાં ફેરફારની જાહેરાત કરી શકે છે. તે નાણાકીય નીતિ પર પોતાના એકોમોડેટિવ સ્ટેંસ (ઉદાર વલણ) ને ન્યુટ્રલ (તટસ્થ) બનાવવાની જાહેરાત કરી શકે છે. કેટલાક વિશ્લેષકો કહેવું હતું કે ખઙઈ રિવર્સ રેપો રેટમાં વધારો કરી શકે છે. અકોમોડેટિવ સ્ટેંસનો અર્થ એ છે કે આરબીઆઈ નજીકના ભવિષ્યમાં પોલિસી રેટ ઘટાડવા જઈ રહી છે. આ બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે કરવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે ખઙઈનું વલણ સાનુકૂળ હોય ત્યારે પોલિસી રેટમાં વધારો થવાની ધારણા હોતી નથી. ન્યુટ્રલ સ્ટેંસનો અર્થ એ છે કે ખઙઈ પરિસ્થિતિ મુજબ પોલિસી રેટ વધારી કે ઘટાડી શકે છે. છેલ્લા બે વર્ષથી આરબીઆઈની એમપીસીએ અકોમોડેટિવ સ્ટેંસ પર પોતાનું વલણ અપનાવ્યું છે. તેનો હેતુ કોરોનાથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને મદદ કરવાનો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular