Monday, December 23, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં અફડા તફડી સાથે તેજી તરફી માહોલ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં અફડા તફડી સાથે તેજી તરફી માહોલ યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૪.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૭૮૭૮.૪૫ સામે ૪૮૧૯૭.૩૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૧૫૨.૨૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૧૫.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૦૮.૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૩૮૬.૫૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૩૩૮.૬૦ સામે ૧૪૪૪૨.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૪૨૩.૪૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૯.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૮.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૪૮૭.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતમાં કોરોનાની બીજી લહેર અત્યંત ઘાતક નીવડી રહી હોઈ અને દેશમાં એક દિવસમાં સંક્રમિતોની સંખ્યા રેકોર્ડ ૩.૫ લાખ જેટલી પહોંચી જતાં અને દેશની હેલ્થ સિસ્ટમ પડી ભાંગી ઓક્સિજન, દવાઓ, હોસ્પિટલોમાં જગ્યાની અછતને લઈ લોકો નિ:સહાય બની જતાં આગામી દિવસોમાં દેશની અર્થતંત્ર પર માઠી અસરના સ્પષ્ટ અંદાજ છતાં ફંડોએ તેજીના સેન્ટીમેન્ટને અકબંધ રાખવા આજે મહારથીઓના સથવારે બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ અને રિયલ્ટી શેરોની આગેવાનીમાં ભારતીય શેરબજારમાં તેજી કરી હતી. ઉપરાંત આર્થિક મોરચે આગામી સમય પડકારરૂપ આવી રહ્યો હોવા છતાં પશ્ચિમ બંગાળ સહિતા રાજયોમાં હાલ ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓને લઈ બજારના સેન્ટીમેન્ટને મજબૂત જાળવી રાખવાના સતત પ્રયાસો થતાં જોવાયા હતા. 

- Advertisement -

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨માં દેશની આર્થિક વૃદ્વિ-જીડીપીને આ કોરોના વિસ્ફોટને લઈને વિવિધ રાજયોમાં થઈ રહેલા લોકડાઉનની માઠી અસર પડવાના અંદાજો છતાં આજે ફંડોએ ઘટાડે બજારને યુ-ટર્ન આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં ઓક્સિજનની અછતને દૂર કરવા તાકીદે પગલાં લેતાં અને વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવાના થઈ રહેલા પ્રયાસ સાથે હવે ફાઈઝર પણ પોતાની વેક્સિન ભારતને વિના નફાએ પૂરી પાડવા તૈયાર હોવાના અહેવાલની પોઝિટીવ અસરે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૦૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૦૭ અને વધનારની સંખ્યા ૧૮૮૦ રહી હતી, ૨૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૮૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વભરમાં વેક્સિનેશન કામગીરી ઝડપથી આગળ વધી રહી હોવા છતાં સંખ્યાબંધ દેશોમાં સંક્રમણમાં મોટાપાયે વધારો થયો છે.વિશ્વભરમાં કોરોના મહામારીની બીજી લહેર ઝડપથી પ્રસરતા વૈશ્વિક અર્થતંત્રની વૃધ્ધિને ફટકો પડવાની સાથે અમીર અને ગરીબ દેશો વચ્ચેની અસમાનતામાં વધારો થવા પામ્યો છે. ઉદ્ભવેલ આ પ્રતિકૂળતાના કારણે વિવિધ દેશોમાં લોકોની આવક પર પ્રતિકૂળ અસર થવાની સાથે ખરીદશક્તિમાં ઘટાડો જોવાયો છે. જે વૈશ્વિક અર્થતંત્રની ગતિવિધી રૂંધી રહ્યો છે. જેના પગલે વૈશ્વિક અર્થતંત્રને નવેસરથી ફટકો પડયો છે.

વૈશ્વિક સ્તરે જો સંક્રમણમાં ઘટાડો નહીં થાય અને માંગમાં વધારો નહીં થાય તો ૨૦૨૫ સુધીમાં વૈશ્વિક અર્થતંત્રને ૯ ટ્રીલીયન ડોલરનો ફટકો પડશે. મહામારી અગાઉ વૈશ્વિક વૃધ્ધિમાં ઉભરતા અને વિકસતા અર્થતંત્રનો હિસ્સો બે તૃતીયાંશ જેટલો હતો. પરંતુ સંક્રમણની બીજી લહેર બાદ વિવિધ દેશોમાં કેસમાં વધારાના કારણે તેમાં ઘટાડો થયો છે. વિશ્વમાં છઠ્ઠા ક્રમાંકના અર્થતંત્ર એવા ભારતમાં પણ દૈનિક ત્રણ લાખ કેસ નોંધાઈ રહ્યા છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આમ, હાલ જે રીતે કેસોમાં વધારો થઇ રહ્યો છે તે જોતા એમ કહી શકાય કે નજીકના દિવસોમાં આ સ્થિતિમાં સુધારો થવાની સંભાવના ખૂબ ઓછી છે.

તા.૨૭.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૬.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૪૮૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૧૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૫૦૫ પોઈન્ટ થી ૧૪૫૩૫ પોઈન્ટ ૧૪૫૭૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૬.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૨૨૯૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૧૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૪૦૪ પોઈન્ટ થી ૩૨૫૭૫ પોઈન્ટ, ૩૨૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઈન્ફોસિસ લિ. ( ૧૩૪૩ ) :- ટેક્નોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૬૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૩૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૬૫ ) :- રૂ.૯૪૪ નો પ્રથમ તેમજ રૂ.૯૩૦ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૮૩ થી રૂ.૯૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૭૮૦ ) :- કાર અને યુટિલિટી વિહિકલ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૬૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • JSW સ્ટીલ ( ૬૫૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આર્યન & સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૭૩ થી રૂ.૬૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઈન્ડીગો ( ૧૫૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૦૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લુપિન લિ. ( ૧૦૬૬ ) :- રૂ.૧૦૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૦૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૪૦ થી રૂ.૧૦૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૧૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • HCL ટેક્નોલોજી ( ૯૧૬ ) :- ટેક્નોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૯૮ થી રૂ.૮૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • સિપ્લા લિ. ( ૯૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૯૮ થી રૂ.૮૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા કેમિકલ્સ ( ૭૩૪ ) :- ૭૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૭૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૮૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular