Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયરાષ્ટ્રપતિના અભિભાષણ સાથે બજેટ સત્રનો પ્રારંભ

રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે બજેટ સત્રનો પ્રારંભ

2047 સુધીમાં સ્વર્ણિમ ભારતના નિર્માણનો ધ્યેય : દેશમાં ભ્રષ્ટાચારીઓને કોઇ સ્થાન રહેશે નહીં: રાષ્ટ્રપતિએ કર્યો સરકારના ઐતિહાસિક નિર્ણયોનો ઉલ્લેખ: નાણાંમંત્રી રજૂ કરશે આર્થિક સર્વે

- Advertisement -

જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે સંસદના બજેટ સત્રનો આરજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે પ્રારંભ થયો છે. રાષ્ટ્રપતિએ સંસદના બન્ને ગૃહને સંબોધન કયુ હતું. પોતાના પ્રથમ અભિભાષણમાં રાષ્ટ્રપતિએ ગરીબી મુકત ભારતની નેમ વ્યકત કરી હતી. પોતાના ભાષણમાં તેમણે સર્જિકલ સ્ટ્રાઇક, આર્ટીકલ 370ની નાબુદી, ટ્રિપલ તલ્લાક કાનૂન વગેરે મુદે સરકારના ઐતિહાસિક નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહયું કે, દેશમાં ભ્રષ્ટાચારીઓ માટે કોઇ સ્થાન રહેશે નહીં. સંસદમાં આવતીકાલે રજૂ થનારા કેન્દ્રિય બજેટ પહેલાં નાણાંમંત્રી નિર્મલા સીતારામન આર્થિક સર્વે રજૂ કરશે.

- Advertisement -

સંસદમાં રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું- આપણી સામે યુગ નિર્માણની તક છે. આ માટે સંપુર્ણ કાર્યક્ષમતા સાથે કામ કરવાનું છે. આપણે 2047 સુધીમાં એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે, જેમાં ભૂતકાળનું ગોરવ અને આધુનિકતાનો દરેક સ્વર્ણિમ અધ્યાય હોય. આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. દેશમાં ગરીબી ન હોય, મધ્યમ વર્ગ વૈભવથી સમૃદ્ધ હોય. યુવા સમયથી બે ડગલા આગળ ચાલતો હોય, એવું ભારત હોય. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું- સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને આતંકવાદ સામે કડક કાર્યવાહી સુધી, એલઓસીથી લઈને એલએસી સુધી દરેક દુ:સાહસના જડબાજોડ જવાબ સુધી, આર્ટિકલ 370 નાબૂદ કરવાથી લઈને ત્રિપલ તલાક સુધી, મારી સરકારની ઓળખ નિર્ણાયક સરકારની રહી છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું- દુનિયામાં જ્યાં પણ રાજકીય અસ્થિરતા છે, તે દેશ સંકટથી ઘેરાયેલા છે. અમારી સરકારે જે નિર્ણય લીધા, તેનાથી ભારત આજે દુનિયાના અન્ય દેશો કરતા સારી સ્થિતિમાં છે. મારો સ્પષ્ટ મત છે કે ભ્રષ્ટાચાર સામાજિક ન્યાય અને લોકશાહીનો સૌથી મોટો દુશ્મન છે. આપણે નક્કી કર્યું કે પ્રમાણિકનું સન્માન કરાશે અને ભ્રષ્ટાચારીઓ માટે કોઈ સ્થાન રહેશે નહીં.

આ પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કરશે. સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે સંસદમાં રજૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular