Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતJCBએ ચઢીને આવ્યા વરરાજા...

JCBએ ચઢીને આવ્યા વરરાજા…

- Advertisement -

તમે જેસીબીનો ઉપયોગ તોડફોડ સમયે અને ખોદકામ દરમિયાન જોયો હશે, પણ નવસારી જિલ્લાના એક વરરાજાએ આ હેવી વાહનનો પોતાના લગ્નમાં ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો અને એમાં બેસીને જ પરણવા પહોંચ્યા! વરરાજા લગ્નમંડપે પરણવા પહોંચ્યા તો ક્ધયાપક્ષના લોકો પણ અનોખી જાન જોઈ આશ્ર્ચર્યમાં મુકાઈ ગયા. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કલિયારી ગામના ધોડિયા પટેલ સમાજના કેયૂર પટેલ નામના વરરાજાની જાન એવી તો નીકળી કે રસ્તા પર કોઈની નજર ન પડે તો જ નવાઈ રહે. સામાન્ય રીતે લગ્નની જાનમાં કાર, ઘોડા કે વિકટોરિયા ગાડી જોડવામાં આવતાં હોય છે, પણ આ વરરાજાએ તો જાનમાં જેસીબી જોડ્યું અને પોતે પણ એમાં જ સવાર થયો હતો.કલિયારી ગામના વરરાજા જેસીબીમાં સવાર થઈને પરણવા નીકળતાં રસ્તામાં જાનૈયાઓ-રાહદારીઓ વરરાજા અને તેના વાહનને જોતા રહી ગયા હતા. જ્યારે વરરાજા લગ્નમંડપે પહોંચ્યા ત્યારે દુલ્હનપક્ષના લોકો પણ વરરાજા અને જેસીબીને જોઈ આશ્ચર્યમાં મુકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular