કલ્યાણપુર તાલુકાના સતાપર ગામમાં આવેલા સિંધણી ડેમમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુરથી આશરે બાર કિલોમીટર દૂર સતાપર ગામે આવેલા સિંધણી ડેમમાં આશરે 30 થી 35 વર્ષના પુરુષનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનીકો દ્વારા કલ્યાણપુર પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ આ સ્થળે દોડી ગયો હતો અને અજાણ્યા પુરુષના કોહવાઈ ગયેલી હાલતમાં પાણીમાં પડેલા મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતદેહ અંગે સતાપર ગામના સુભાષભાઈ કરમુરની જાણ પરથી કલ્યાણપુર પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આ અજાણ્યા પુરુષના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.