Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીક ફુલઝર નદીમાંથી યુવકનો મૃતદેહ સાંપડયો

જામનગર નજીક ફુલઝર નદીમાંથી યુવકનો મૃતદેહ સાંપડયો

ફાયર ટીમ અને સ્થાનિક લોકો દ્વારા કામગીરી: શ્રમિક યુવાનનું બેશુધ્ધ થઈ જતાં મૃત્યુ: બીમારી સબબ યુવતીનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના ધુતારપર નજીક આવેલા ફુલઝર નદીના પ્રવાહમાં યુવાન તણાયો હતો જેને ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક લોકોએ બહાર કાઢી પોલીસને મૃતદેહ સોંપ્યો હતો. જામનગરના મોટી ખાવડીથી ખંભાળિયા તરફ જવાના માર્ગ પર મજૂરીકામ કરતા સમયે કોઇ જનાવરે પછાડતા બેુશદ્ધ થઇ જતાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરના મંગલધામ સોસાયટીમાં રહેતા યુવાનને બીમારી સબબ હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

અપમૃત્યુના બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ, જામનગર તાલુકાના ધુતારપર નજીક આવેલા ફુલઝર નદીના પ્રવાહમાં અજાણ્યો યુવાન લાપતા થવાની જાણ થતા સ્થાનિક લોકો યુવાનની શોધખોળ માટે પ્રયાસ હાથ ધર્યા હતાં અને આ બનાવની જાણ કરાતા જામનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સોમવારે સવારના નદીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર જિલ્લાના મોટી ખાવડીથી ખંભાળિયા તરફ જવાના માર્ગ પરની સાઈટ પાસે સયુસ સાથિયાન કેરીલીયન (ઉ.વ.21) નામનો યુવક ઉભો હતો તે દરમિયાન કોઇ જનાવરે પછાડી દેતા યુવક બેશુધ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યું હતું. બનાવની કૈલાશ નાયક દ્વારા જાણ કરાતા એએસઆઇ વી.બી. રાઠોડ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો બનાવ, જામનગર શહેરમાં મંગલધામ સોસાયટી શેરી નં.3 માં રહેતા સીમાદેવી ચંદનકુમાર વર્મા (ઉ.વ.27) નામની યુવતી રવિવારની રાત્રિના સમયે શ્ર્વાસ અને બ્લડપ્રેશરની બીમારી હોય અને નિંદ્રાધિન દરમિયાન બેશુધ્ધ થઈ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ ચંદનકુમાર દ્વારા જાણ કરાતા હેકો એન.એફ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular