જામનગર શહેરના નાગેશ્વર પાર્કમાં આવેલા કચરામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી સંભાળી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નાગેશ્વર પાર્ક વિસ્તારમાં આવેલા કચરામાં નવજાત શિશુનો મૃતદેહ પડયો હતો. જે મૃતદેહ શ્વાન ઢસડીને લઇ જતા હોવાનું સ્થાનિક મહિલાઓની નજરે ચડી જતા તેમણે શ્વાન પાસેથી મૃતદેહ છોડાવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. જેના આધારે સીટી બી ડીવીઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી નવજાત શિશુનો મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસના પ્રાથમિક તારણમાં અધૂરા મહિને બાળક જન્મ્યું હોવાનું જણાતા મૃતદેહનો કબ્જો સંભાળી અજાણી મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. આ પહેલાં પણ જામનગર શહેરમાંથી અવાર-નવાર નવજાત શિશુના મૃતદેહ મળી આવવાની ઘટનાઓ બની ગઈ છે. જેથી પોલીસે આ ઘટનામાં અજાણી મહિલાની શોધખોળ માટે આજુબાજુના વિસ્તારમાં તેમજ હોસ્પિટલમાં તપાસ આરંભી હતી.
જામનગરના નાગેશ્વર પાર્કના કચરામાંથી નવજાત શિશુનો મૃતદેહ સાંપડયો
અધુરા માસે જન્મેલા બાળકનો મૃતદેહ હોવાનું તારણ: શ્ર્વાનના મુખમાંથી મૃતદેહને સ્થાનિકોએ છોડાવ્યો : પોલીસ દ્વારા અજાણી મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ