ધણાં કિસ્સાઓમાં વિકાસ બલિદાન માંગતો હોય છે. નવસર્જનની સાથે સાથે કેટલોક વિનાશ થતો હોય છે. જૂનાગઢનો ગિરનાર રોપ-વે આવું એક ઉદાહરણ છે.
જૂનાગઢની એક સંસ્થાએ જણાવ્યું છે કે, રોપ-વે બનાવવા માટે ગિરનાર અભ્યારણ્યના અંદાજે 1000 કરતાં વધુ વૃક્ષોને કાપી નાંખવામાં આવ્યાં છે. જનતા ગેરેજ નામની આ સંસ્થાએ પત્રકારોને જણાવ્યું છે કે, વૃક્ષોને કાપવાની આ પ્રક્રિયા માર્કિંગ ખરડા હેઠળ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાની બુમ પણ ઉઠી છે અને સતાવાળાઓ સમક્ષ થયેલી રજૂઆતમાં કસુરવારો વિરૂધ્ધ પગલાં લેવાની માંગણી પણ કરવામાં આવી છે.
જૂનાગઢની આ સંસ્થાએ આરટીઆઇ હેઠળ કેટલીક વિગતો એકત્ર કરી હતી. વિગતોમાં વનવિભાગે જણાવ્યું છે કે, જૂનાગઢના 7.28.71 હેકટર વિસ્તારમાં0 વૃક્ષો કાપવામાં આવ્યા છે. તંત્ર કહે છે 2334 કાપવામાં આવ્યાં છે. આ ઉપરાંત માર્કિંગ ખરડા હેઠળ અન્ય 1044 વૃક્ષ કાપી નાખવામાં આવ્યાં છે.
નિયમ મુજબ, વૃક્ષો કાપવાની આ કામગીરી અનુભવી અધિકારીના માર્ગદર્શન હેઠળ મજૂરો મારફત કરવાની હોય છે. પરંતુ સરકારે કાયદાકીય છટકબારીનો ઉપયોગ કરીને વૃક્ષો કાપવાની આ કામગીરી એક ખાનગી એજન્સીને સોંપી દીધી હતી. એ પણ ઉલ્લેખનીય છે કે, કાગળ પરની કામગીરી અને વાસ્તવિક કામગીરી વચ્ચે પણ અંતર છે. કાગળ પર આંકડાઓ ચિતરવામાં આવ્યા છે.
જે વિસ્તાર દર્શાવવમાં આવ્યો છે ત્યાં ખરેખરતો 6000 વૃક્ષો હોવા જોઇએ. પરંતુ તંત્રએ કાગળો ચિતરવામાં ઘણી કાળજી લીધી છે. આમ છતાં રેકર્ડ પરની કેટલીક બાબતો શંકાસ્પદ પણ છે.
માર્કિંગ ખરડા મુજબ સાગના 570, સિસમના બે અને ખેરના 10 વૃક્ષ દર્શાવવામાં આવ્યા છે. ચંદનના એક પણ વૃક્ષનો સમાવેશ કરવામાં આવ્યો નથી. બીજી બાજૂ જે વૃક્ષો કાપવામાં આવ્યા છે. તેની કપાત યાદીમાં ચંદનના 6 વૃક્ષોનો સમાવેશ થાય છે. સરકારની યાદી મૂજબ ખેરના 10 વૃક્ષ કાપવામાં આવ્યા છે. તેમાથી માત્ર 245 કિલો લાકડું રિકવર થયું છે.
સાગના 130 વૃક્ષો એવા છે. જેને માર્કિંગ નંબર આપવામાં આવ્યો નથી. સાગના 17 વૃક્ષ કાપવામાં આવ્યા છે. પરંતુ તેમાથી કેટલું લાકડું રિકવર થયું છે? તે વન વિભાગના રિપોર્ટમાં જણાવ્યું નથી. વૃક્ષોની ઉંચાઇ અને તેમાથી નિકળેલાં લાકડાં અંગેની ઘણી બાબતો શંકાઓ જન્માવે છે. ઇમારતી લાકડાંઓને બળતણ તરીકે દર્શાવવામાં આવ્યા છે.