તમિલાડુના કુન્નૂર નજીક વાયુસેનાના MI-17 હેલીકોપ્ટર ક્રેશ થયા પહેલાનો વિડીઓ સામે આવ્યો છે. ગઈકાલના રોજ ભારતીય વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં સીડીએસ બીપીન રાવત સહીત 13 લોકોના મૃત્યુ થયા છે. આજે હેલીકોપ્ટર દુર્ઘટના પહેલાનો વિડીઓ સામે આવ્યો છે. અને હેલીકોપ્ટરનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે.
બ્લેક બોક્સ કેવી રીતે કામ કરે છે ?
એક મજબુત ધાતુમાંથી બનાવવામાં આવેલ બ્લેક બોક્સ 1100 CCL તાપમાનને એક કલાક સુધી સહન કરી શકે છે. 30 દિવસ સુધી વીજપાવર વગર ચાલી શકે છે. તે હેલિકોપ્ટર અથવા વિમાનની ઉડાન દરમિયાન વિમાન સાથે સંકળાયેલી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રેકોર્ડ કરે છે. તે પાઈલટ અને એટીસી વચ્ચેની વાતચીતના રેકોર્ડ એકત્રિત કરે છે. બ્લેકબોક્સના આધારે હવે અકસ્માતનું સાચું કારણ સામે આવી શકે તેમ છે.
https://twitter.com/i/status/1468807863464202240
આ ઉપરાંત હેલીકોપ્ટર જ્યારે ક્રેશ થયું તે પહેલા સ્થાનિકો દ્વારા બનાવવામાં આવેલ એક વિડીઓ પણ સામે આવ્યો છે. જેમાં હેલીકોપ્ટરની એક ઝલક જોઈ શકાય છે.
https://twitter.com/khabargujarat/status/1468835952390905856