ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ 33 નગરપાલિકાઓ માટેની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા મોટા ભાગના ઉમેદવારોને જાહેર કરી દેવામાં આવ્યા છે.પરંતુ સૌરાષ્ટ્રના વેરાવળમાં ભાજપ પક્ષમાં ટીકીટ મુદ્દે ધમાસાણ સર્જાયું હતું.ભાજપ દ્રારા રાત્રી સમયે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. પરંતુ તેમાં વેરાવળના વોર્ડ નં-5 અને વોર્ડ નં-6માં ભાજપે ઉમેદવારી ટાળી હતી.
પાલિકાના 11 વોર્ડ પૈકી 9 વોર્ડની જ પેનલો જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર 5 અને 6માં ભાજપે ઉમેદવારી ટાળી હતી. વોર્ડ નંબર 9માં પેનલના એક ઉમેદવાર પેન્ડીંગ છે. નગરપાલિકાના ઉમેદવારો જાહેર કરવામાં ભાજપે આ વખતે મહેનત કરવી પડી હતી. છતાં પણ બે વોર્ડના ઉમેદવારો ભાજપે જાહેર કર્યા નથી. કારણકે આ બંને વોર્ડ કોંગ્રસનો ગઢ ગણવામાં આવે છે. માટે ભાજપે અહિયાં ઉમેદવારો ન ઉતારવાનું નક્કી કર્યું હતું.