Wednesday, December 25, 2024
Homeરાજ્યભાણવડમાં બાયો ડિઝલનો જથ્થો ઝબ્બે

ભાણવડમાં બાયો ડિઝલનો જથ્થો ઝબ્બે

ત્રણ સામે ગુનો નોંધાયો

- Advertisement -

ભાણવડ તાલુકાના ઢેબર ગામ પાસેથી પોલીસે એક ટેન્કરને આંતરીને ચેકીંગ હાથ ધરતા ટેન્કરમાંથી આધારા પૂરાવા વગરનો 20 હજાર લીટર ભેળસેળયુકત બાયો ડીઝલનો જથ્થો મળી આવતા પોલીસે ટેન્કર અને ડીઝલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગત મુજબ, ભાણવડથી આશરે 10 કિલોમીટર દૂર ઢેબર ગામ પાસેથી રાત્રીના સમયે પસાર થતા જીજે-03-એઝેડ-5731 નંબરના એક ટેન્કરને પોલીસે અટકાવી ચેકિંગ કરતા ટેન્કરમાંથી કોઈપણ પ્રકારના આધાર-પુરાવા કે લાયસન્સ અને એક્સપ્લોઝિવ પેટ્રોલિયમને લગતા લાયસન્સ જેવા જરૂરી કાગળો તથા ફાયર સેફટીના સાધનો વગર લઈ જવામાં આવતું 20 હજાર લીટર ભેળસેળ યુક્ત બાયો ડીઝલ પોલીસના ઘ્યાને આવ્યું હતું.

આથી પોલીસે રૂપિયા દસ લાખની કિંમતના બાયોડીઝલ તેમજ રૂપિયા છ લાખની કિંમતના ટેન્કર સાથે ટેન્કરના ચાલક એવા રાજકોટ નાનામવા મેઈન રોડ ખાતે રહેતા પટેલ અશ્વિનભાઈ ગંગદાસભાઈ ભંડેરીની અટકાયત કરી હતી. કથિત ભેળસેળ યુક્ત બાયોડીઝલ જેવું પ્રવાહી ઉપરોક્ત ટેન્કર ચાલક જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામના રહીશ પટેલ બાબુભાઈ હરજીભાઈ વઘાસિયા દ્વારા 63527 52570 મોબાઈલ નંબર ધરાવતા માલદેભાઈ મેરને આપવા માટે મોકલવામાં આવ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આથી ભાણવડ પોલીસે આઈપીસી કલમ 285, 114 તેમ જ આવશ્યક ચીજવસ્તુધારાની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, ત્રણેય શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular