Monday, December 15, 2025
Homeરાજ્યહાલારહરીપર નજીક લકઝરી બસે ઠોકરે ચડાવતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત

હરીપર નજીક લકઝરી બસે ઠોકરે ચડાવતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત

રવિવારે સાંજના સમયે પુલ પાસે ઘટના: બસચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

લાલપુર તાલુકાના હરીપર ગામમાં રહેતા પ્રૌઢ તેના બાઇક પર નદીના પુલ પાસેથી પસાર થતા હતા તે દરમ્યાન પાછળથી પૂરઝડપે આવી રહેલી લકઝરી બસના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના હરીપર ગામમાં મચ્છુ માતાના મંદિરની બાજુમાં રહેતા વિસાભાઇ રૈયાભાઇ બાંભવા (ઉ.વ.55) નામના પ્રૌઢ રવિવારે સાંજના સમયે તેના જીજે10એકે 2661 નંબરના બાઇક પર જતા હતા તે દરમ્યાન ગામની નદીના પુલ પાસેના રોડ પર પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલી જીજે03બીટી 3627 નંબરની લકઝરી બસના ચાલકે પ્રૌઢનાા બાઇકને હડફેટ લઇ ઠોકર મારતા પ્રૌઢ બાઇક પરથી પટકાતા અકસ્માતમાં પ્રૌઢને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બનાવની જાણના આધારે પીએસઆઇ એસ.પી.ગોહિલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતકના પુત્ર કડવાભાઇના નિવેદનના આધારે બસચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular