Sunday, December 7, 2025
Homeરાજ્યગુજરાતરાજ્યના 53 લાખ ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત, આટલી સહાય મળશે

રાજ્યના 53 લાખ ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત, આટલી સહાય મળશે

ખરીફ ઋતુ 2021માં કુદરતી આપત્તિ સમયે પાક નુક્સાન સામે ખેડૂતોને રક્ષણ આપવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને ૨૦૨૧ માટે મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજનાને મંજુરી આપી છે. રાજ્યના અંદાજે 53 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

- Advertisement -

હમણાં જાહેર થયેલી વિગત પ્રમાણે ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાનની ટકાવારી 33 થી 60 ટકા હોયતો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000 ની સહાય વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં અપાશે. નુકશાન 60 ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 25,000ની સહાય આપવામાં આવશે. ખેડૂતોને આ લાભ કોઇપણ પ્રીમીયમ ભર્યા વગર મળશે. આ યોજનામાં વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતો પણ આવરી લેવાયા છે. અનાવૃષ્ટિ,દુષ્કાળ,અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ-માવઠું જેવા કુદરતી જોખમો આ સહાય યોજનામાં આવરી લેવાયાછે.

આ યોજનાનો લાભ  લેવા માટે ખેડૂતોની અરજી ઓનલાઈન મેળવવા માટે  ડેડીકેટેડ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવશે. લાભાર્થીઓએ લાભ મેળવવા માટે ઈ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેના માટે ખેડૂતોએ ફી ભરવાની રહેશે નહી. આ સહાય યોજનામાં પ્રાથમિક આકરાણી અને ખેડૂતોની  અરજીના આધારે લાભની  ગણતરી તેમજ તાલુકા કક્ષાએથી  સહાય મંજુર થયા બાદ  જીલ્લા કક્ષાએથી  સહાયની રકમ  લાભાર્થીઓના બેંક અકાઉન્ટમાં સીધી  DBT દ્રારા ચુકવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular