Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઐતિહાસિક, આકર્ષક અને અમૂલ્ય તલવારની રોમાંચક ગાથા : જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ...

ઐતિહાસિક, આકર્ષક અને અમૂલ્ય તલવારની રોમાંચક ગાથા : જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ ઓફ ઓનર

- Advertisement -

જામનગરના જામસાહેબ (માનદ) વિંગ કમાન્ડર શત્રુશલ્યસિંહજી દિગ્વીજયસિંહજી જાડેજા એ ભારતીય વાયુસેના  પ્રત્યેના સવિશેષ પ્રેમના કારણે  23 જાન્યુઆરી 1976 ના રોજ 18 કેરેટ સોના સહિત હીરા, માણેક અને નિલમથી મઢેલી ‘જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ ઓફ ઓનર’ ભારતીય વાયુસેનાને ભેટ આપી હતી.

- Advertisement -

જામસાહેબ શત્રુશલ્યસિંહજી  દિગ્વિજયસિંહજી જાડેજા દ્વારા 23 જાન્યુઆરી 1976નાં રોજ સૌ પ્રથમ વખત 115 મા પાયલોટ કોર્સનાં પાયલોટ ઓફિસર સલીમ ઝહીર 14270 F(P) ને  જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ ઑફ ઓનર થી સન્માનિત કરવામાં આવ્યા તે સમયની તસવીર.

- Advertisement -

‘જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ ઑફ ઓનર’  રત્નજડિત અમૂલ્ય તલવાર છે, કે જે એરફોર્સ એકડેમીમાં કમીશન પ્રાપ્ત કરનારા પાયલોટ ઓફિસર જે સર્વપ્રથમ નંબરે આવતા તેને એવોર્ડ તરીકે આપવામાં આવતી. 1990 નાં વર્ષમાં આ તલવાર બદલીને ‘ચીફ ઑફ એર સ્ટાફ સ્વોર્ડ ઑફ ઓનર’ આપવાનું શરૂ કરવામાં આવ્યું. આ અરસામાં થોડા સમય માટે જામસાહેબની તલવાર ગાયબ જણાઈ ! કે જેને એરફોર્સ એકેડેમીનાં એક ખંતીલા કમાંડન્ટ એર માર્શલ સુભાષ ભોજવાણી દ્વારા ભારે જહેમત બાદ શોધી કાઢવામાં આવી.

જૂન 2000 માં જ્યારે એરફોર્સ એકેડેમીમાં ક્રમાંડન્ટ તરીકે મેં હોદો સંભાળ્યો ત્યારે સૌથી પહેલી બાબત જ મને નોંધનીય લાગી હતી તે હતી. એક કાચની પેટીમાં વિશાળ હાથીદાંત અને અન્ય સુશોભનની વસ્તુઓ ! વર્ષ 1983માં જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે આ કાચની પેટીમાં એક સુંદર રત્નજડિત તલવાર પણ હતી તત્કાલીન એર વાઇસ માર્શલ (AVM) સી વી પાર્કર દ્વારા મને ત્યારે માહિતી આપવામાં આવી હતી કે, 1971 નાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાનને મ્હાત કરાવવામાં ભારતીય વાયુસેનાનો જે અતિ મહત્વનો ભાગ રહ્યો હતો તે વીરતાને બિરદાવવા જામનગરનાં જામસાહેબ શત્રુશલ્યસિંહજી  દિગ્વિજયસિંહજી જાડેજા તરફથી ( મૂઠ તથા મ્યાનમાં જડેલા અતિ દુર્લભ કિંમતી રત્નોને કારણે ) અત્યંત મૂલ્યવાન એવી આ તલવાર – જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ ઑફ ઑનર તરીકે ભારતીય વાયુસેનાને ભેટ આપવામાં આવી હતી.

- Advertisement -

તેથી મારા મનમાં પ્રશ્ર્ન થયો કે, એ તલવારનું શું થયું હશે? મારા પૂર્વ અધિકારી AVM જે.એસ.સિસોદિયા પણ આ અંગે વિશેષ કશું ન કહી શકયા કારણકે તેમણે આ તલવાર વિશે કોઈ વાત સાંભળી જ ન હતી.

થોડો સમય જતાં મને જાણવા મળ્યું કે, તે તલવારને સ્ટીલની પેટીમાં મૂકેલી કાચની પેટીમાં સુરક્ષિત રાખવામાં આવી હતી અને રોલીંગ ટ્રોફી તરીકે દરેક ફ્લાઇગ કોર્સનાં અંતે તે કોર્સના બેસ્ટ ફ્લાઇગ ઓફિસરને સન્માનિત કરવા બહાર કાઢવામાં આવતી હતી.

રીવ્યુઈંગ ઓફિસર (RO) દ્વારા બેસ્ટ ફ્લાઇગ ઓફિસરને જે સેલ્યુટીંગ ડેસ્ક પાસે આ જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ ઑફ ઓનર રનીંગ ટ્રોફી તરીકે સોપવામાં આવતી ત્યારે તેમાંથી કોઈ કિંમતી રત્નો ખરી જમીન પર ન પડી જાય તે માટે તે જગ્યાએ બ્લ્યુ વેલ્વેટનું કપડુ બિછાવવામાં આવતું અને પરેડ પૂરી થયા બાદ વિશ્ર્વાસુ માણસોની નિયુક્તિ કરેલી ટીમ આ વેલ્વેટના ગાલીચાનો ખૂણેખૂણો ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરતા હોવાનું મારી સમજણમાં માલૂમ પડે છે.

એકડેમીમાં કોઈ પાસે આ તલવાર ક્યાં રાખવામાં હોઈ શકે તેની ચોક્કસ માહિતી નહોતી. આ કોયડાની પહેલી કડી મને કમ્બાઇન્ડ ગ્રેજયુએશન પરેડ (CGP) માંથી મળી જ્યારે મેં આ બાબત અંગે ACM ડી એ લેફોન્ટાઈન ( પૂર્વ CAS- ચીફ ઓફ એર સ્ટાફ ) સાથે વાતચીત કરી કારણ કે, તેઓની CGP માં નિયમિત હાજરી રહેતી તેમણે 90નાં દાયકાની શરૂઆતની CGPની યાદો વાગોળતા જણાવ્યું હતું કે, ત્યારના CAS ACM નિર્મલ સૂરી કે જેઓ RO હતા તેમના દ્વારા માર્ગદર્શિત કરવામાં આવ્યું હતું કે, તલવારનું ભારતીય વાયુસેના માટે ઐતિહાસિક મહત્વ હોવાથી તેને લોકો જોઈ શકે તે માટે આ જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ ઑફ ઓનર ને દિલ્હીનાં પાલમ એરફોર્સ મ્યુઝિયમમાં સ્થળાંતરિત કરવામાં આવે તેમજ જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ ઓફ ઓનરથી કેડેટનાં સન્માનને બદલે રોલીંગ ટ્રોફી તરીકે બ્રાસ અને સ્ટીલની પ્રતિકૃતિરૂપી ઓછી કિંમતની તલવાર નિશ્ર્ચિત કરવામાં આવી. આ ટ્રોફી આજના દિવસ સુધી  CAS સ્વોર્ડ ઓફ ઓનર  તરીકે આપવામાં આવે છે. ACM લેફ્ન્ટાઈનએ મને જણાવ્યું કે, જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ ઓફ ઓનરનાં આ સ્થાન ફેરના નિર્ણયથી હું વ્યથિત થઈ ગયો હતો. તેમણે CAS ને આ સ્વોર્ડ ઓફ ઓનર, AFA માંથી ખસેડવામાં ન આવે તે અંગે મજબૂત લેખિત રજુઆત પણ કરી હતી. પરંતુ, તેમને કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો.

બાદમાં, મારે ઓફિસ કામે દિલ્હી જવાનું થતા મેં ત્યાં એરફોર્સ મ્યુઝિયમની મુલાકાત લીધી જ્યાં મને ઓફિસર ઈન્ચાર્જ દ્વારા કહેવામાં આવ્યું કે, ત્યાં આવી કોઈ કલાકૃતિ ( મૂલ્યવાન તલવાર ) પ્રદર્શનમાં મૂકવામાં આવી ન હોતી. ત્યારબાદ મેં ત્યાં નિયુક્તિ પામેલા અન્ય કર્મચારીઓ સાથે પણ આ બાબતની ચર્ચા કરી. કિસ્મતે જાણે સાથ આપ્યો હોય તેમ એક સિવિલિયન કર્મચારી પાસેથી મને એવી કડી મળી કે, આ કિંમતી તલવાર દસેક વર્ષ પહેલા મ્યુઝિયમમાં લાવવામાં આવી હતી જેને થોડા જ અઠવાડિયામાં અહીંથી પાછી હેદ્રાબાદના કોઈ યુનિટમાં મોકલી આપવામાં આવી હતી. આ એક ખૂબ મહત્વની કડી હતી દિલ્હીથી પાછા ફરીને મેં તરત જ CAW, AOC  હાકિમ પેટ ( કોલેજ ઓફ એર વોરફેર, એર ઓફિસર કમાન્ડીંગ ) અને સ્ટેશન કમાંડર, બેગમપેટ બંન્નેનો સંપર્ક કરી તેઓનાં સ્ટેશનમાં તલવારની શોધ કરવાનું જણાવ્યું. પરંતુ, કોઈ ખુશીના સમાચાર મને મળ્યા નહીં. અમૂલ્ય  ‘જામસાહેબ ઓફ નવાનગર સ્વોર્ડ ઑફ ઓનર’  જાણે હવામાં ગાયબ થઈ ગઈ હોઈ એવું લાગતું હતું.

મારી અતિ વ્યસ્તતા વચ્ચે પણ ગાયબ તલવારનાં વિચારો મારા મનમાં જ હતા. ઘણા મહિના બાદ ફરીવાર આશાનું એક કિરણ દેખાયું જે અગાઉની કડીઓ કરતાં પણ વધુ અસરકારક લાગ્યું. AFA નાં શસ્ત્રાગારમાં મુલાકાત સમયે મને દિવાલમાં એક અસાધારણ આકારની તિજોરી જોવા મળી કે જેમાં નાના હથિયારો સાચવી શકાય તેના દરવાજા અંદાજે 4 (ચાર) ફૂટ પહોળા અને 16 થી 18 ઈંચ જેટલા ઉંચા હતા. આ તિજોરી વિશે માહિતી આપતા એક એરમેને મને જણાવ્યું કે, તે ‘CGP તલવાર’ની સુરક્ષા માટે બનાવવામાં આવેલી. ઓહો ! મેં મારા મનમાં વિચાર કર્યો કે, ગાયબ તલવાર ચોક્કસ અહીં જ હશે જે વિસરાયેલી પણ સુરક્ષિત છે.

પરંતુ જ્યારે તિજોરી ખોલવામાં આવી ત્યારે તે ખાલી હતી. મારા ધ્યાનમાં એક વાત આવી કે, આજ માપની કાચની પેટી મારી ઓફિસમાં હતી. બાદમાં તે એરમેને એક બહુ મહત્વની વાત કરી કે, તે થોડા મહિના અગાઉ હાકિમપેટ એરફોર્સ સ્ટેશનમાં ફરજ પર હતા ત્યારે તેણે ત્યાં આજ પ્રકારની તિજોરી જોઇ હતી પરંતુ ક્યારેય ખૂલેલી નહોતી જોઈ તેથી તેની અંદર શું હતું તે કહી શકાય તેમ નહોતું.

આ વિગતોને આધારે, મેં ફરી એકવાર AOC હાકિમપેટ એર કમોડોર વી કે (ચાર્લી) વર્માને હાકિમપેટમાં ખાસ કરીને શસ્ત્રાગારની તિજોરીમાં આ તલવાર અંગે શોધખોળ કરવાની વિનંતી કરી એક કલાકની અંદર જ તેમનો ફોન આવ્યો કે, તિજોરીની અંદર ખાખી કાગળથી વીંટળાયેલું લાંબુ અને સાક્ળું પેકેટ જોવા મળ્યું છે જેમાં ખોવાયેલી તલવાર હોઈ શકે. મને લાગ્યું કે, આ સાંભળી હું ખુશીની ચિચિયારીઓથી ઝૂમી ઉઠું !

મારી તો ઇચ્છા હતી કે, જલ્દી Kiran Aircraft લઈને તાબડતોબ અમૂલ્ય તલવારને પાછી લઈ આવું પરંતુ ભવિષ્યમાં આ અંગે કોઈ પ્રશ્ર્નો ન ઉદભવે તે બાબતને ધ્યાનમાં રાખીને, AOC અને હું બંને સહમત થયા કે, આ આદાનપ્રદાનનું વિધિવત દસ્તાવેજીકરણ ( પેપરવર્ક ) કરવામાં આવે. આ માટે બોર્ડ ઓફ ઓફિસર્સ (BOO) તરીકે હાકિમપેટ તથા એરફોર્સ એકેડેમીમાંથી બે બે અધિકારીઓની જવાબદારી નિયુકત કરવામાં આવી આ સોંપણીની કામગીરી વખતે પેકેટને ખોલવું તેના જુદા-જુદા ખૂણેથી ફોટા લેવા તેમજ અધિકૃત સરકારી એજન્સી દ્વારા તે તલવારની કિંમતનું મૂલ્યાંકન કરવું વગેરે તમામ મુદ્દાઓને તેમાં આવરી લેવામાં આવ્યા.

ટૂંકમાં કહું તો, પેકેટમાંથી મ્યાન સાથે તલવાર મળી આવી, કે જેમાંથી એકપણ રત્ન ખર્યું નહોતું અધિકૃત સરકારી નિષ્ણાત દ્વારા આ માનવનિર્મિત અદભુત કલાકૃતિની કિંમત એક કરોડ આકવામાં આવી (આજથી વીસેક વર્ષ પહેલા) અને એ પણ સૂચવ્યું કે, આ તલવાર પ્રાચીનતમ હોવાથી તેની કિંમત અમૂલ્ય જ ગણાય.

એકશન રીપ્લે તરીકે તમામ બનાવો ને એકબીજા સાથે સાંકળીને જોઈએ તો CASનો ઓર્ડર મળતા જ ઉતાવળે તલવારનું પેકિંગ કરી તેને જે એરક્રાફ્ટમાં CAS દિલ્હી જવા રવાના થયા હોય તેની સાથે મોકલી આપવામાં આવી એવી સૂચના સાથે કે, આ તલવારને દિલ્હીનાં એરફોર્સ મ્યુઝિયમમાં લોકો જોઈ શકે તેમ મૂકવાની છે. બાદમાં ઓર્ડર મળ્યો. હોય કે તે તલવાર AFA માં પરત મોકલી દો. તેથી મ્યુઝિયમનાં કર્મચારીઓએ તેને હૈદ્વાબાદ વિસ્તાર બાજુ જતા પહેલા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં મોકલી દીધી, પરંતુ આ ફ્લાઇટ AFA નાં બદલે હાકિમપેટની હતી આ દોડાદોડી વચ્ચે તલવાર કર્યાંથી કયા લઈ જવામાં આવી તેનું પેપરવર્ક બાકી રહી ગયું. અંતે, હાકિમપેટ તલવાર પહોંચી ત્યારે ત્યાંના ડ્યુટી ઓફિસરને મ્યુઝિયમમાંથી તલવાર આવી હોવાથી સંભાળપૂર્વક તેની સુરક્ષા થઈ શકે તે માટે તલવારને શસ્ત્રાગારમાં સાચવી રાખવાની સૂચના મળી હોય જેથી આ દુર્લભ તલવારને ભારતીય વાયુસેનાના અન્ય અમુક શસ્ત્રો કે જે મિસિંગ ની સૂચિમાં હોય તેની સાથે સંભાળપૂર્વક દિવાલમાં બનેલી ચોક્કસ માપની તિજોરીમાં સુરક્ષિત રાખી દેવામાં આવી અને બાદમાં, આ વાત ખૂબ ઝડપથી ભૂલાઈ ગઈ! હાકિમપેટ અને AFA બંને જગ્યાએ શસ્ત્રગારમાં દિવાલમાં તલવાર રાખવા માટે સરખી માપની તિજોરીનું કારણ એ હોય કે, AFAમાં 1975નાં વર્ષથી પાસિંગ આઉટ પરેડ શરૂ થઈ હતી. અગાઉના સમયમાં દર વર્ષે આ પાસિંગ આઉટ પરેડ હાકિમપેટ એરફોર્સ સ્ટેશનમાં  યોજાતી હતી.

હવે, બીજો એક નાનકડો પડાવ એવો પાર કરવાનો હતો જેમાં AOC હાકિમપેટ (જેમની વાત વાજબી હતી.) દ્વારા કહેવામાં આવ્યું કે, ટ્રેનિંગ કમાંડ હેડક્વાર્ટરમાંથી એરફોર્સ એકેડેમીમાં આ કિંમતી ચીજ લઈ જતા પહેલા લેખિત મંજુરી લેવામાં આવે સમય ખૂબ ઓછો હતો અને મારી બદલીના દિવસો નજીક હતા તેથી મેં ટૂંકો રસ્તો અપનાવ્યો. મે ટ્રેનીગ કમાંડનાં AOC-In-Cએરમાર્શલ ટી જે માસ્ટરને ફોન કર્યો અને તેઓ આ તલવારને કોઈપણ પ્રકારનું મોડું કર્યા વિના AFAમાં સત્વરે મોકલવા સહમત થઈ ગયા. આ અંગેનાં લેખિત ઓર્ડર પણ થોડા જ દિવસોમાં આવી ગયા.

છેવટે, 20 મે 2002નાં રોજ, જામસાહેબની લગભગ બે વર્ષની શોધખોળ બાદ, WAC ( વેસ્ટર્ન એર કમાંડ)માં મારી બદલીનાં એક કલાક પહેલા એરકમોડોર વર્મા દ્વારા વ્યક્તિગત રીતે તે તલવાર હેલિકોપ્ટરમાં, એકડમીમાં પરત લાવવામાં આવી. (સંયોગવશાત એરકમોડોર વર્મા જ  AFA માં મારી બદલી બાદ નિયુક્તિ પામ્યા હતા). આમ આ હીરા, માણેક, નિલમ અને અન્ય કિંમતી રત્નોથી જડિત, ભવ્યતાની ઝલક સમાન તલવારની જુદા જુદા ખૂણેથી તસવીરો લીધા બાદ વિધિવત રીતે, પરત મૂળ સ્થાને એટલે કે AFAના  કમાંડન્ટની ઓફિસમાં મૂકવામાં આવી.

  • ગાયબ તલવારનું પગેરું શોધનાર ભારતીય વાયુસેનાનાં વરિષ્ઠ અનુભવી ઓફિસર

આ લેખનાં લેખક કે, જેઓએ અથાગ પરિશ્રમ અને અખૂટ ધીરજથી અમૂલ્ય તલવારનું લોકેશન શોધી કાઢ્યું તે એરમાર્શલ સુભાષ ભોજવાણી ભારતીય વાયુસેનામાંથી વર્ષ 2006માં સેવા નિવૃત્ત થયા છે.

એરમાર્શલ સુભાષ ભોજવાણી (PVSM, AVSM, VSM, MiD (Mentioned in Despatches) એમ અતિવિશેષ એવોર્ડથી સન્માનિત ભારતીય વાયુસેનાનાં અત્યંત અનુભવી વરિષ્ઠ અધિકારી છે.

વર્ષ 1999માં કારગિલ યુદ્ધમાં એરકોમોડોર ભોજવાણીએ એર ઓપરેશનના ડાયરેક્ટર તરીકે કામગીરી બજાવી હતી. બાદમાં, એરફોર્સ એકેડમી, દુંદીગલમાં તેઓ કમાન્ડટ તરીકે ફરજ પર હતા. વર્ષ 2002 માં વેસ્ટર્ન એર કમાન્ડ (WAC) માં સીનીયર એર સ્ટાફ ઓફીસર (SASO) તરીકે  નિયુક્તિ પામ્યા હતા. વર્ષ 2004માં ટ્રેનીંગ કમાંડનાં એર ઓફિસર કમાંડીગ-ઇન-ચીફ (AOC-in-c) તરીકે નિયુક્તિ મેળવી હતી.

: લેખક :

એરમાર્શલ સુભાષ ભોજવાણી (PVSM, AVSM, VSM, MiD)

આ લેખની તસવીરો સાભાર

મહેશ શર્મા

એર વાઇસ માર્શલ એમ બહાદુર

એર કોમોડર નશીમ અખ્તર

: અનુવાદક :

 

 

 

 

તોરલ ઝવેરી જામનગર

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular