જામનગર શહેરમાં ડીએસપી બંગલા નજીક આવેલા કોમર્શિયલ કોમ્પલેક્ષના પાર્કીંગમાંથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા ભીક્ષુકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ડીએસપી બંગલા નજીક આવેલા પેનોરમા કોમર્શિયલ કોમ્પેક્ષના પાર્કીંગમાંથી ગુરૂવારે બપોરના સમયે અજાણ્યો ભીક્ષુક બેશુધ્ધ હાલતમાં મળી આવ્યાની શ્રીકાંત શુકલ દ્વારા જાણ કરાતા ભીક્ષુકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું આ અંગેની જાણના આધારે પીએસઆઈ એમ.આર. વાળા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા પ્રાથમિક તારણમાં મૃતકનું નામ રફિક ઉર્ફે અનકો ગામેતી હોવાનું ખુલ્યુ હતું. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.