Monday, December 30, 2024
Homeરાજ્યગુજરાતમહાનગરો બાદ કાલે ગામડાં જીતવાનો જંગ

મહાનગરો બાદ કાલે ગામડાં જીતવાનો જંગ

31 જિલ્લા પંચાયતો-231 તાલુકા પંચાયતો-81 નગર પાલિકાનો ચૂંટણી જંગ : કુલ 5481 બેઠકો, 22170 ઉમેદવારો

- Advertisement -

ગુજરાતમાં તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું આવતીકાલે રવિવારે મતદાન યોજાશે. 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થશે. 2 માર્ચે મત ગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં પહેલા તબક્કામાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ. જેમાં ભાજપે બાજી મારી છે અને હવે તાલુકા-જિલ્લા-પાલિકાની ચૂંટણી પ્રચારમાં તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે.

- Advertisement -

મહાનગરપાલિકાની ચૂંટણીમા ફટકો પડતા કોંગ્રેસ પણ દોડતી થઈ છે. તો બીજી તરફ, જિલ્લા-તાલુકા અને પાલિકામાં 28 તારીખે મતદાન માટે ગુજરાત પોલીસ પણ સજ્જ છે. ચૂંટણી બંદોબસ્ત માટે 26 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને 65 કંપની તૈનાત કરાયા છે. 97 આંતર રાજય અને 437 આંતરિક ચેકપોસ્ટ બનાવાઈ છે, જેથી નજર રાખી શકાય.

6 મહાનગર પાલિકા પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના બીજા તબક્કામાં પાલિકા અને પંચાયતો માટે આવતીકાલે 28 ફેબ્રુઆરીએ રવિવારે 5481 બેઠકો માટે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 22,170 ઉમેદવારો મેદાનમાં છે.

- Advertisement -

શુક્રવારે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં ભાજપના મોટા નેતાઓએ મતદારોને રીઝવવા માટે અંતિમ તબક્કાનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ભાજપના દિગ્ગજ નેતાઓએ રેલી તથા રોડ શો કરીને મતદારોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.

31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગર પાલિકાની ચૂંટણીના મતદાન માટે પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. મતદાન અને મતગણતરી શાંતિપૂર્ણ થાય તે માટે પોલીસ ખડેપગે ગોઠવાઈ ગઈ છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકારોને માહિતી આપતાં કહ્યું કે, ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પર એસઆરપી તૈનાત રહેશે.

- Advertisement -

સંવેદન અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ સજ્જ રહેશે. આવતીકાલે 26 હજાર કોન્સ્ટેબલ અને 2800 અધિકારી ફરજ બજાવશે. 13 DySP અને 65 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સેન્ટ્રલ હજાર કોન્સ્ટેબલ અને 2800 અધિકારી ફરજ બજાવશે. 13 DySP અને 65 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સેન્ટ્રલ પેરામિલેટ્રી ફોર્સની 12 કંપનીઓ ખડેપગે રહેશે. સંવેદનશીલ વિસ્તારની ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી છે અને નાસતા ફરતા 1980 આરોપીને પકડીને લોકઅપ ભેગા કરાયા છે. સૌથી વધુ આરોપીઓ બનાસકાંઠામાંથી પકડાયા છે. 97 આંતર રાજય અને 437 આંતરિક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. કોવિડની ગાઈડલાઈનનું પણ પોલીસ કડક પાલન કરાવશે. બોટાદમાં 14 કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. જેના પગલે ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અંગે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં, આ મામલે હાઈકોર્ટે ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો. જેના કારણે હવે બોટાદ જિલ્લા પંચાયતમાં આપ અને ભાજપ વચ્ચે સીધો જંગ જામશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular