Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાની સારવારમાં ખર્ચ થયેલ રકમ પર નહી લાગે ટેક્સ

કોરોનાની સારવારમાં ખર્ચ થયેલ રકમ પર નહી લાગે ટેક્સ

- Advertisement -

કોરોનાની બીજી લહેરમાં દેશમાં અનેક લોકોના મૃત્યુ થયા છે. ત્યારે અનેક પરિવારો આર્થીક રીતે પણ પડી ભાંગ્યા છે. આવામાં સરકારે ઘોષણા કરી છે કે કોરોનાની સારવારમાં ખર્ચ થયેલ રકમ પર કે મૃત્યુના કેસમાં જે રકમ ખર્ચ થઇ છે તેના પર હવેથી “ઇન્કમ ટેક્સ” નહી લાગે.

- Advertisement -

નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું છે કે કોઈ વ્યક્તિ પોતાના કર્મચારીની કોરોના સારવાર માટે ખર્ચ કરશે  અથવા તો એક વ્યક્તિ બીજા વ્યક્તિની સારવાર માટે જે રકમનો ખર્ચ કરશે તે રકમ પર ટેક્સ નહી લાગે.

નાણાકીય વર્ષ 2019-20 અને તે બાદના નાણકીય વર્ષના મામલામાં કોરોનાની સારવાર માટે કોઈ એમ્પ્લોયર દ્રારા કોઈ એમ્પ્લોઇને કે કોઈ પણ વ્યક્તિએ અન્ય કોઈ વ્યક્તિને અથવા તેના પરિવારના એક્સ ગ્રેશિયા પેમેન્ટના મામલામાં તેને પ્રાપ્ત કરનારને ટેક્સ માંથી મુક્તિ મળશે. પરંતુ કોઈ વ્યક્તિ દ્રારા અન્ય વ્યક્તિના પરિવારને કરાયેલ એક્સ ગ્રેશિયા પેમેન્ટની લીમીટ 10 લાખ રૂપિયા હોવી જોઈએ. પરંતુ એમ્પ્લોયર પાસેથી મળેલ એક્સ ગ્રેશિયા પેમેન્ટ પર કોઈ લીમીટ નથી. અંતે ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 3.93 લાખ લોકોના મૃત્યુ થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular